2 જી મે થી શરુ થનારી યુજીસી-નેટ ની પરીક્ષા મુલતવી

SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

નવી દિલ્હી, 20 એપ્રિલ ( હિ.સ.) રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ ) એ, 2 જી મેથી શરૂ થનારી યુજીસી-નેટ પરીક્ષા મુલતવી રાખી છે. નવી તારીખોની જાહેરાત પરીક્ષાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલાં કરવામાં આવશે. એનટીએએ, મંગળવારે દેશની વર્તમાન કોવિડ -19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ને, આ સાર્વજનિક નોટિસ ની આ જાહેરાત કરી હતી.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ ‘ નિશંક ‘ એ પણ ટ્વિટ કર્યું હતુ કે, ” કોવિડ -19 ના પ્રકોપ બાદ, ઉમેદવારો અને પરીક્ષા અધિકારીઓની સલામતી અને સુખાકારીને ધ્યાનમાં રાખીને, મેં એનટીએને યુજીસી-નેટ ડિસેમ્બર 2020 ચક્ર (મે 2021) ની પરીક્ષા મુલતવી રાખવાની સલાહ આપવામાં આવી છે.

નોંધનીય છે કે, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ ) યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી ) વતી યુજીસી-નેટ પરીક્ષા લે છે. આ પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવે છે. સહાયક પ્રોફેસરો અને જુનિયર રિસર્ચ ફેલોશીપ (જેઆરએફ ) ની લાયકાત, દેશભરની યુનિવર્સિટીઓમાં આવશ્યક છે.

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ માહિતીમાં જણાવ્યુ છે કે, ” યુજીસી-નેટની પરીક્ષા 17 મે સુધીમાં યોજાવાની હતી. “જો કે, કોવિડ -19 રોગચાળાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને, અને ઉમેદવારો અને પરીક્ષા અધિકારીઓની સલામતી અને સુખાકારીને ધ્યાનમાં રાખીને, યુજીસી-નેટ પરીક્ષા ડિસેમ્બર 2020 ચક્ર (મે 2021) મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. “

એનટીએએ જણાવ્યુ હતુ કે, “ઉમેદવારોને નવી પરીક્ષા તારીખ 15 દિવસ પહેલા આપવામાં આવશે.”Source link


SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares