મહેસાણા જિલ્લામાં બે દિવસથી કોરોના સંક્રમણમાં આંશિક ઘટાડો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મહેસાણા,
તા.13

મહેસાણા જિલ્લામાં બે દિવસથી કોરોના સંક્રમણમાં આંશિક ઘટાડો
જોવા મળી રહ્યો છે. છેલ્લા એક માસથી દરરોજ ૪૦૦થી ૫૦૦ની વચ્ચે નોંધાતા કેસોમાં
ગુરુવારે માત્ર ૧૪૭ કેસ પોઝિટિવ જોવા મળ્યા હતા. જેમાં શહેરી વિસ્તારમાં ૬૩ અને
ગ્રામ્ય વિસ્તારમાં ૮૪ કેસ નોંધાયા છે. જ્યારે સામે ૪૨૭ દર્દીઓ સાજા થતાં પ્રજામાં
પણ થોડાક અંશે રાહત જોવા મળી છે. જોકે કેસ ઓછા થવા પાછળ ટેસ્ટીંગ ઓછું થઈ રહ્યું
છે. જ્યારે જિલ્લામાં ૬ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.

મહેસાણા જિલ્લામાં ૧૩મી મે સુધીમાં ૧૦૧૯૬૯ના સેમ્પલ લેવાયા
છે. જેમાં ૮૯૨૧૪નો રીપોર્ટ નેગેટિવ આવેલ છે. ગુરુવારે ૧૦૭૫ ના સેમ્પલ લેવાયા હતા.
જેમાં ૫૩૬નો રીપોર્ટ નેેગેટિવ જોવા મળ્યો છે. જ્યારે ૧૪૭ દર્દીઓ પોઝિટિવ નોંધાયા
છે. જેમાં સરકારી લેબમાં ૩૬ તથા ખાનગી લેબમાં ૧૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. હજી
૧૦૧૨નું રીઝલ્ટ પેન્ડીંગ છે. જિલ્લામાં ૪૭૯૬ એક્ટીવ કેસ નોંધાયા છે. શહેરી
વિસ્તારમાં ૬૩ તથા ગ્રામ્ય વિસ્તારમાં ૮૪ કેસ નોંધાયા છે. જોકે છેલ્લા ત્રણેક
દિવસથી પોઝિટિવ કેસ કરતાં રીકવર કેસની સંખ્યા વધુ જોવા મળી રહી છે. જેમાં આજે ૪૨૭
દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરી પોતાને ઘરે ગયા છે. જેથી પ્રજામાં ગભરાટ અને ડરનો
માહોલ ઘટવા પામ્યો છે. મહેસાણા ૪૮
,
વિસનગર ૩૦, વિજાપુર
૧૭
, વડનગર ૯, ઊંઝા ૨, સતલાસણા ૧૦, ખેરાલુ ૧૫, કડી ૯, બેચરાજી ૬ તથા
જોટાણામાં ૧ કેસ નોંધાયો છે. સતલાસણા
,
જોટાણા અને બેચરાજી નગરમાં એક પણ કોરોનાનો કેસ નથી. ગુરુવારે વડનગર ખાતે ૨, વિસનગર ૨, મહેસાણા ૧ અને
વિજાપુરમાં ૧-૧ દર્દીઓના મોત થયા છે.

ડોઝ ઓછા ફળવાતા લોકો રસી લીધા વિના પરત ફર્યા

કોરોના મહામારીમાં વેક્સિન જ એક અક્સીર ઉપચાર જે લોકો
જાગૃતિ આવતા વિવિધ સેન્ટરો પર લોકોની લાઈન લાગે છે. જ્યારે વેક્સિનનો જત્થો જ
અપુરતો હોવાતી સેન્ટરો પર ઓછી ફાળવણી થતી હોઈ ધરમ ધક્કા ખાઈ રહ્યા છે. આજે
માનવઆશ્રમ સેન્ટર પર માત્ર ૨૦ ડોઝ આવ્યા હતા. જેના કારણે સવારથી લાઈનમાં લાગેલા
લોકોમાં માંડ ૪૦ જેટલાને જ રસી અપાઈ બાકીનાને પરત જવું પડયું હતું. સરકાર
તાત્કાલિક ધોરણે જથ્થો ઉપલબ્ધ કરે તેવી માંગ ઉઠી છે.

પાટણમાં કોરોનાના 45 કેસ: બે ના મોત

પાટણ જિલ્લામાં પણ કોરોનાનો આંક ૫૦થી નીચે આવી ગયો છે. આજે
માત્ર ૪૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણ ૧૬
, ચાણસ્મા-૮, સિધ્ધપુર-૯, રાધનપુર-૩, સરસ્વતી ૩, હારીજ ૨, સમી ૨, શંખેશ્વર ૨, સાંતલપુર ૧ કેસ
જોવા મળ્યો છે. જ્યારે જિલ્લાનો એક્ટિવ કેસ ૯૮૪૦ નોંધાયો છે. જ્યારે બે દર્દીઓના
મોત થયા છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •