Bharuch: સાંસદ શ્રી મનસુખ વસાવા ના અધ્યક્ષ સ્થાને આદિવાસીઓના પ્રશ્નો બાબતે મીટીંગ યોજાઈ

SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

તા: 18/12/2019 ના રોજ બપોરે 03.00 કલાકે સર્કિટ હાઉસ રાજપીપળા ખાતે ભરૂચ લોકસભા મતવિસ્તારના લોકપ્રિય સાંસદ માન. શ્રી મનસુખભાઈ વસાવા સાહેબના અધ્યક્ષ સ્થાને આદિવાસીઓના પ્રશ્નો બાબતે મીટીંગ યોજાઈ હતી જેમાં વર્તમાન સમયમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં આદિવાસી ન હોવા છતાં આદિવાસી પ્રમાણપત્રો મેળવવા માટે ગુજરાત સરકાર સામે આંદોલન કરી રહ્યા છે પરંતુ ગુજરાતની ભાજપ સરકાર આદિવાસીના હક્ક અને અધિકાર છીનવાઇ ન જાય તે માટે કાયદો બનાવીને તેની અમલવારી કરી રહી છે.

બીજી તરફ આદિવાસીઓએ પણ હક્ક અને અધિકારો માટે જાગૃત રહેવુ પડશે નહિતો આવનાર પેઢીનું ભવિષ્ય અંધકારમય બની શકે તેમ છે. જે માટે આગામી સમયમાં જો જરૂર ઉભી થાય તો તેવા સંજોગોમાં આપણે સંગઠીત થઈને પ્રચંડ વિરોધ પ્રદર્શન પણ કરવુ પડશે .તથા આદિવાસીઓના અન્ય પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી.

માન. સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે આપણા બંધારણીય હક્ક અને અધિકાર વિશે જાણકારી આપીને જણાવ્યુ કે આદિવાસી આગેવાન તરીકે આપણા સૌની , આપણા સમાજ પ્રત્યેની આ ફરજ પણ છે અને જવાબદારી પણ છે જેથી સૌએ સાથે મળીને, આપણા આદિવાસી સમાજને જાગૃત કરવો પડશે અને વિકાસની મુખ્ય ધારામાં જોડવો પડશે.

માન. સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રી શબ્દશરણભાઇ તડવી, શ્રી મનજીભાઈ વસાવા, શ્રી શંકરભાઈ વસાવા, તથા નાંદોદ, ડેડીયાપાડા, સાગબારા, ઝઘડિયા, વાલીયા, નેત્રંગના આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહયા . સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને ઉપસ્થિત આગેવાનોએ , આગામી દિવસોમાં આદિવાસીઓના ભવિષ્ય સામે ઉભી થનાર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સંકલ્પ કર્યો.


SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •