ભરૂચ: વિકાસ લક્ષી કામ ની આડમાં સરકાર ના કરોડો રૂપિયા ની રોયલ્ટીની ચોરી? જાય છે ક્યાં.!

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભારત સરકાર દ્વારા બહુ હેતુલક્ષી વિકાસ ના કામો મંજુર થયેલ છે. (Bullet Train, NHAI, New Goods Railway Line )

તે પૈકી ના એવા ભરૂચ જિલ્લા ની હદો માંથી પસાર થતા કામો જેવાકે નવી ગુડ્ઝ રેલવે લાઇન નવા એન.એચ.એ.આઈ NHAI રોડ કામ અને બુલેટ ટ્રેનનું (Bullet Train) કામ અંદાજે છેલ્લા બે વર્ષ કે તેથી વધારે સમયથી ધમધોકાર રીતે ચાલે છે, અને આ કામ માટે જરૂરી ખનીજ જેવા કે માટી, રેતી, પથ્થરો, કપચી ની જરૂરિયાતો ખુબ જ મોટા પાયે પડતી હોવાનું જણાય છે.

ભરૂચ Bharuch જિલ્લામાં માટે ખનીજનું ખુબ જ મોટા પાયે બેફામ વગર રોકટોક, ખાણ-ખનિજ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ ની છત્રછાયામાં અને મિણા પીપળામાં હોવાનું જણાઈ આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના અધિકારીઓ સરકારી રોયલ્ટી ને નુકસાન કરીને વ્યક્તિગત પોતાની આવક ઊભી કરી રહ્યા છે.?

NHAI ના નવા રોડ કામો રોડની આસ પાસ પાંચ કિલોમીટરને ફરતા નજીકના ગામોમાં કોઈ પણ મંજૂરી વગર દિવસ અને રાત ગેરકાયદેસર રીતે ચાલ્યા જ કરે છે.

ભરૂચ, અંકલેશ્વર, વાગરા, આમોદ, નેત્રંગ, જગડીયા, વાલિયા વગેરે તાલુકા ઓમાં આ બધા ખાણ કામોની ઘણી ખરાબ અસરો જોવા મળી રહી છે.

Jhagadia:ઝઘડીયા તાલુકાના રાજપરડી થી નેત્રંગ રોડ પર ના કોઈ ગામ બાકી નથી બધાજ ગામો માં આડેધડ ખાણકામો ચાલુ છે.

રાજપારડી થી ઝઘડીયા થઈ ભરૂચ હાઈવે ઉપર દરરોજ ની હજારો ટ્રકો રોયલ્ટી વગર ઓવરલોડ બેફામ રીતે દોડતી જોવા મળી રહી છે.

Bharuch Amod: ભરૂચ અને આમોદ તાલુકા ના ગામો વેરવાડા, મેનુંબાર, દેત્રાલ, મહુધાલ, ત્રાલસી, કોઠી, ડાયાદરા, કેલોદ, પીપલીયા, પારખેત, કેરાલા, પદરિયા, વતારસા, ડોરા, ડાંડા, સુથોદરા વગેરે

Ankleshwar: અંકલેશ્વર તાલુકા ના ગામો કશિયા, સક્કરપોર, સેફુદીન, અંકલેશ્વર, બોરીદ્રા, અડોલ, આમોદ વગેરે

કેહવા પૂરતી જ રોયલ્ટી પાસ ફાળવામાં આવે છે. થોડી ઘણી પરમિટ આપવામાં આવે છે અને ખાણ કામ લાખ કે તેથી વધુ મેટ્રિક ટન નું હશે.

ભ્રષ્ટ અધિકારી ઓ દ્વારા દેખાડા પુરતોજ ડંડ કરવામાં આવે છે અને પટાવટો થઈ જાય છે.

વાત તો એવી પણ ચર્ચા માં છે, ભરૂચ જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની કચેરી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતુ માં નોકરી કરવા માટે પડાપડી થઇ રહી છે, નોકરી માટે જોર જબરદસ્તી ભ્રષ્ટાચાર રિસ્વતખોરીના રૂપિયા ગાંધીનગર આપી આવેલ નામી અને અનામી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખાણ ખનીજ ખાતા માં સરકારી નોકરી ની જગ્યાએ આ ઉપર જણાવેલ સરકારી કામો મેળવેલ કોન્ટ્રાક્ટરો સાથે ગેરકાયદેસર રીતે ખનીજ ખોદકકામો અને વહન કરવાની મંજૂરી ભાગીદારી ટકાવારી નક્કી કરી ને જ ભરૂચ જિલ્લા ખાણ ખનીજ ખાતા માં બદલી કરાવે છે. (Geologist, Geology and Mining , Baruch)

ભરૂચ જીલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટ કચેરી માં આ ખોટી રીતે ચાલી રહેલ ખાણ બાબત ની લોકોની રજુઆતો અને ફરિયાદો નો નિકાલ કરવામાં આવતો હોય તેમ દેખાતું નથી. (Collector Bharuch)

કમિશ્નર ખાણ અને ખનીજ વિભાગ ગાંધીનગર પણ આવા આક્ષેપો થી બાકી નથી રહ્યું ત્યાં પણ કરોડોના દંડ થયેલાઓને મામૂલી માતબર રકમ ભરાવી ફરી ખાણકામ કરવાની મંજૂરી આપી દેવામાં આવે છે તેવી લોકચર્ચા છે. (Geology and Mining Department, Gandhinagar Gujarat)

આમ ખાણ અને ખનીજ વિભાગ અત્યારે સરકાર શ્રી હસ્તગત હોય ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી બધી પ્રવૃત્તિઓ અટકાવવા માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે. (Gujarat Chief Minster Vijay Rupani)

સત્તા પક્ષ થી માંડી બધાજ સ્થાનિક આગેવાનો જન્પ્રતીનીધી કેમ ચુપ છે? (BJP, Congress, BTP)


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •