નર્મદા સહિત ભરૂચની ત્રણ નદી દેશની સૌથી વધુ પ્રદૂષિત: આમલાખાડી 20 વર્ષથી અવ્વલ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભરૂચની નર્મદા, આમલાખાડી અને હવે અમરાવતી નદી પણ પ્રદૂષિત જાહેર થઈ

લોકસભાના શિયાળુ સત્રમાં પૂછાયેલા પ્રશ્નમાં કેન્દ્ર સરકારનો જવાબ 

NGT દ્વારા તમામ રાજ્યોને 2021 સુધી એક્શન પ્લાન બનાવી સ્થિતિ સુધારવા તાકીદ

ભરૂચ અને અંકલેશ્વર પાસે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કોઈ સુવિધા જ નથી

દેશની સૌથી પ્રદુષિત નદીઓમાં ભરૂચ જિલ્લાની 3 નદીઓનો સમાવેશ થયો છે. લોકસભાના શિયાળુ સત્રમાં પુછાયેલા પ્રશ્નમાં કેન્દ્ર સરકારનો જવાબ આપ્યો હતો. 2018 માં સીપીસીબી રિપોર્ટ આધારે વોટર રિસોર્સ રિવર ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે યાદી જાહેર કરી હતી. એનજીટી દ્વારા તમામ રાજ્યોને 2021 સુધી એક્શન પ્લાન બનાવી સ્થિતિ સુધારવા તાકીદ કરી હતી. ભરૂચની નર્મદા, આમલાખાડી, અને હવે અમરાવતી નદી પણ પ્રદુષિત જાહેર થઈ છે. આમલાખાડી છેલ્લા 20 વર્ષથી દેશની અત્યંત પ્રદુષિત નદીમાં સમાવિષ્ટ થતી રહી છે. 20 વર્ષમાં નર્મદા નદીનો 5 મી વાર સમાવેશ થયો હતો જે સામે જીપીસીબી વિરોધ પણ રજુ કર્યો હતો.

લોકસભાના ચાલુ સત્રમાં પૂછવામાં આવેલ પ્રશ્નમાં કેન્દ્ર સરકાર દ્વારા પોતાનો જવાબ રજુ કર્યો હતો અને કેન્દ્ર સરકારના વોટર રિસોર્સ રિવર ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા દેશ સૌથી પ્રદુષિત નદી યાદી જાહેર કરી છે. જેમાં દેશમાં કુલ 351 નદી પ્રદુષિત જાહેર કરી છે. જેમાં ગુજરાત રાજ્યની 20 નદીનો છે. અને તે દેશમાં પ્રદુષિત નદીના મામલે ગુજરાત પાંચમુ સ્થાન ધરાવે છે. જેમાં ભરૂચ જિલ્લા 3 નદીનો સમાવેશ થયો છે. જે ત્રણ નદી અંકલેશ્વર સાથે જોડાયેલી છે. અત્યાર સુધી નર્મદા નદી છેલ્લા 20 વર્ષમાં 5 થી વધુ વાર સમાવેશ થયો છે. જ્યારે આમલાખાડી લગાતાર 20 વર્ષ થી પ્રદુષિત નદીની યાદીમાં સમાવિષ્ટ કરાઇ છે. તો અમરાવતી નદી પ્રથમ વખત પ્રદુષિત જાહેર કરાઇ છે.

ભરૂચમાં નદીમાં અને અંકલેશ્વરમાં એમએસ 29 કાંસ દ્વારા આમલાખાડીમાં વેસ્ટ વોટરનો નિકાલ કરાય છે. દરરોજ 25 થી 30 મિલિયન લીટર પાણીનો ઉપયોગ કરતા બંને નગર પાસે સુએજ ટ્રીટમેન્ટની સુવિધા નથી. સુએજ વોટર નદીના પાણીમાં સીઓડી, બીઓડી, ઓક્સીજનની સમતુલા ખોરવી નાંખે છે. જે જળચરો અને પીવામાં પાણીનો ઉપયોગ કરતા લોકો માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે.

NCTની સ્થાપનાને 12 વર્ષ છતાં આમલાખાડી પ્રદુષિત જ
આમલાખાડીને પ્રદુષણ રહિત બનાવા માટે જે એન.સી.ટી.ની સ્થાપના કરાયી હતી તેજ અનેકવાર આમલાખાડી પ્રદુષિત કરતાં ઝડપાયી છે. જેની સામે જીપીસીબીએ પગલાં પણ લીધા છે. તેમ છતાં આજદિન સુધી પરિણામ શૂન્ય રહ્યું છે. એન.સી.ટીની સ્થાપનાને 12 વર્ષ થવા આવ્યા છતાં આમલાખાડી ખાડી પ્રદુષિત જ રહી છે. જે ઘણી ગંભીર બાબત છે. – સલીમ પટેલ, પર્યાવરણવાદી, પ્રકૃતિ સુરક્ષા મંડળ, અંકલેશ્વર


અમરાવતીનો પ્રદૂષિત નદીમાં કેમ સમાવેશ થયો
અમરાવતી નદીમાં છેલ્લા કેટલાક વર્ષોથી અવાર નવાર જળચરનાં મૃત્યુની ઘટના તેમજ અનેક વાર પ્રદુષિત પાણી અમરાવતી નદીમાં વહેતા હોવાની વારંવારની ફરિયાદ ઉઠી હતી. વોટર રિસોર્સ રિવર ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જળસ્તરના નમૂના લઈને તેનું સમયાંતરે પૃથક્કરણ કર્યું હતું. જેમાં રિપોર્ટ નકારાત્મક આવતાં અમરાવતી નદીનો પણ પ્રદુષિત નદીમાં સમાવેશ થયો છે.


પ્રદૂષિત નદી જાહેર કરવાના પેરામિટર્સ
નદીઓની ગુણવત્તા પર નજર રાખવા માટે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ – સીપીસીબી દ્વારા મુખ્ય રીતે જૈવિક ઓક્સિજનની માંગ (બીઓડી) ના માપદંડથી નક્કી કરાય છે. જે મુજબ નદીના પ્રવાહના પાણીમાં બીઓડી લેવલ 1થી 2 mg/l હોય તો તે પાણીની ગુણવત્તા સારી હોવાનું મનાય છે. જ્યારે પાણીમાં 6 થી 9 mg/l હોય તો તે થોડા અંશે પ્રદૂષિત ગણવામાં આવે છે. અને જો પાણીમાં 20 mg/l જેટલું હોય તો તેને પ્રદુષિત પાણીની કેટેગરીમાં ગણવામાં આવે છે. જેનો ઉપયોગ માનવ કે પશુઓ માટે હાનીકારક ગણવામાં આવે છે.


નદી પ્રદુષિત થવા પાછળ ઉદ્યોગોના પ્રદુષિત પાણી જવાબદાર
સ્થાનિક પર્યાવરણવાદીઓનું કહેવું છે કે, ચાલુ વર્ષે અમરાવતી નદીના મુદ્દે અંકલેશ્વર નોટીફાઈડને તેમજ વાનખાડીના મુદ્દે પાનોલી નોટીફાઈડને દંડ અને નોટીસ પણ જીપીસીબીએ પાઠવી હતી. વાનખાડી આ યાદીમાં કેમ સમાવિષ્ટ ન થઈ તે બાબતે આશ્ચર્ય છે. આમલાખાડી પ્રદુષિત થવાના મુદ્દે પર્યાવરણવાદી હાઈકોર્ટમાં ફરિયાદ બાદ NCTની સ્થાપના કોર્ટના હુકમ આધારે કરાઈ હતી.

GPCBનો એક્શન પ્લાન અમલમાં
જીપીસીબીના જણાવ્યા અનુસાર આ યાદી 2018માં બહાર પાડવામાં આવી હતી. જેને લઇને એનજીટીમાં કેશ પણ ચાલ્યો હતો. એનજીટી દ્વારા આગામી 2021 સુધી એક્શન પ્લાન બનાવી કાર્યવાહી કરવા કરેલી તાદીક બાદ જીપીસીબી દ્વારા તમામ નદીમાં બી.ઓ.ડીની માત્ર ધટાડવાના પ્રયત્નો રૂપે એક્શન પ્લાન અમલમાં મુકવામાં આવ્યા છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.