શુ આને વિકાસ કહેશો કે ભ્રષ્ટાચાર? નર્મદામાં વિકાસના નામે ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

નર્મદા જિલ્લાના કેવડીયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ ત્યાં રોજે રોજ દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે.હવે વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ હોવાથી અહીંયા સુવિધા પણ એટલી જ વિશેષ હોવી જોઈએ.સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં રોડ, રસ્તા, નાળા સહીત અનેક ઇમારતોનું નિર્માણ કાર્ય આરંભાયુ છે.પણ એ તમામ વિકાસના કામોની ગુણવત્તા કેવી છે એની તપાસ કરવાની કોઈ જ દરકાર લેવા તૈયાર નથી, એ વિસ્તારના લોકોના મુખેથી એવી વાતો વહેતી થઈ છે કે અહીંયા થતા વિકાસના કામોમાં ગુણવત્તાનો બિલકુલ ખ્યાલ રખાતો નથી, ખેર આ તો લોકો જણાવી રહ્યા છે પણ તંત્ર જો આ મામલે પ્રમાણિકતાથી તપાસ કરે તો તથ્ય બહાર આવે એમ છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સીએમ રૂપાણીને એક પત્ર લખ્યો હતો જેમાં એમ જણાવ્યું હતું કે,

“ડેડીયાપાડા, સાગબારામાં આદીવાસી વિસ્તારના વિકાસ માટે વપરાતી ગ્રાન્ટમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.ખરેખર એ વિસ્તારમાં બનતા રોડ, નાળા સહિત અન્ય બંધકામોમાં તકલાદી કામ થઈ રહ્યું હોવાની બુમો ઉઠી છે.હાલ કોરોના મહામારીને લીધે લોકડાઉનમાં નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જંગલો માંથી કિંમતી લાકડાઓ કાપી નાખી જંગલને લોકોએ ઉજ્જડ કરી નાખ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી”.

નર્મદા જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ વિકાસના કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની એક ઘટના સામે આવી છે.નર્મદા જિલ્લામાં ચોમાસુ જામ્યું ને હજુ માંડ બે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હશે પણ એક દોઢ વર્ષ પહેલા બનેલા નાળા દમ તોડી રહ્યા છે.નર્મદા જિલ્લામાં હજુ માંડ એક ઇંચ વરસાદ પડ્યો ત્યાંતો નાંદોદ તાલુકાના તરોપા ગામમાં બનાવેલું નાળુ ધોવાઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ સામાન્ય વરસાદમાં પણ લાખો રૂપિયાના ખર્ચે તરોપાના ટેકરા ફળીયાથી પંચાયત આવતા રસ્તા પર વચ્ચે એકાદ વર્ષ પહેલા જ બનેલા નાળાનું ધોવાણ થઇ ગયું છે.આ નાળું પાઇપો મૂકી માટી દબાવી એના પર રોડ બનાવી દેવાયો પરંતુ વરસાદી પાણી ભરાતા પહેલા વરસાદમાં જ આ નાળાનું ધોવાણ થઇ જતા ઉપરનો રોડ પણ ધોવાઈ ગયો અને રસ્તો સદંતર બંધ થઇ ગયો.જેથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક કોન્ટ્રાકટર નવું નાળું બનાવી રસ્તો ચાલુ કરાવે એવી માંગ ઉઠી છે.

આ બાબતે ગામના રાજેશ વસાવાએ જણાવ્યું હતું કે,

“ગામમાં આ નાળું બન્યું જેમાં જે તે કોન્ટ્રાક્ટરે ગુણવત્તા વાળા માલ સામાનનો ઉપયોગ કર્યો નથી કે બરોબર સિમેન્ટ પણ વાપર્યો નથી.એ સ્પષ્ટ દેખાય છે એટલે ભ્રસ્ટાચાર થયો હોય એવું લાગે છે.જેથી ટીડીઓ કે સંબંધિત આધિકરીઓ આની તપાસ કરાવે અને મટીરીયલની લેબોરેટરી તપાસ કરાવે, જો માલ સમાન ગુણવત્તા વિહીન હોય તો જે તે કોન્ટ્રાકટર સામે પગલાં ભરવા જોઈએ એમ રોષ વ્યક્ત કર્યો હતો.”

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •