CBI, ED અને NIA સહિતની તપાસ એજન્સીઓની ઓફિસોમાં સીસીટીવી લગાવો

SHARE WITH LOVE
  • 6
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    6
    Shares

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 2 ડિસેમ્બર, 2020, બુધવાર

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સીબીઆઇ, ઇડી, એનઆઇએ સહિતની તપાસ એજન્સીઓની ઓફિસોમાં સીસીટીવી કેમેરા અને રેકોર્ડિંગ ઉપકરણો ઇન્સ્ટોલ કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે.

ન્યાયમૂર્તિ આર એફ નરીમાનના નેતૃત્ત્વવાળી ખંડપીઠે જણાવ્યું છે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ સુનિશ્ચિત કરવું પડશે કે તમામ પોલીસ સ્ટેશનોના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ, મેઇન ગેટ, લોક-અપ, કોરિડોર, લોબી અને રિસેપ્શન તથા લોકઅપ બહારના રૂમોમાં સીસીટીવ ઇન્સ્ટોલ કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે 2018માં માનવ અિધકાર ભંગને રોકવા માટે તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાના આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં વધુમાં જણાવ્યું છે કે સીસીટીવી કેમેરા નાઇટ વિઝનની ક્ષમતા ધરાવતા હોવા જોઇએ. આ ઉપરાંત તેમાં ઓડિયો અને વીડિયો ફૂટેજની પણ સુવિધા ઉપલબૃધ હોવી જોઇએ. આ ઉપરાંત સીસીટીવીનો ડેટા ઓછામાં ઓછા એક વર્ષ સુધી સેવ થવો જોઇએ.

ન્યાયમૂર્તિ આર એફ નરીમાન ઉપરાંત ન્યાયમૂર્તિ કે એમ જોસેફ તથા ન્યાયમૂર્તિ અનિરૂદ્ધ બોઝની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઇ), નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઇએ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી), નાર્કોટિસ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી), ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ(ડીઆરઆઇ), સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફિસ(એસએફઆઇઓ) સહિતની પૂછપરછ કરતી એજન્સીઓની તમામ ઓફિસોમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવે.

ખંડપીઠે પોતાના આદેશમાં જણાવ્યું છે કે મોટા ભાગની તપાસ એજન્સીઓ પોતાની ઓફિસોમાં પૂછપરછ કરતી હોવાથી તેમની ઓફિસોમાં ફરજિયાતપણે સીસીટીવી ઇન્સ્ટોલ કરવામાં આવે. આ કેસની વધુ સુનાવણી 27 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે અને ત્યાં સુધીમાં તમામ રાજ્યોના કેબિનેટ સચિવ આૃથવા ગૃહ સચિવે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન અંગેની વિગતવાર માહિતી આપવી પડશે.

Source link


SHARE WITH LOVE
  • 6
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    6
    Shares