અમદાવાદમાં મ્યુ.હોસ્પિટલો માં ચાલતા પીપીઇ કીટ ખરીદી માં લાખ્ખો ના કૌભાંડ નો પર્દાફાશ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

કોરોના નું ભહાનુ બનાવી કેટલાય લોકો કરોડપતિ બની ગયા ના ઉદાહરણો વચ્ચે અમદાવાદમાં કોરોના ની આડમાં મ્યુનિ. હોસ્પિટલો દ્વારા પીપીઈ કિટની ખરીદીમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચરી કેટલાક લાખ્ખોપતિ બની ગયા હોવાની વાત બહાર આવતા ભારે સનસનાટી મચી ગઇ છે.

અહીં ની એલજી અને શારદાબહેન હોસ્પિટલે એક જ મહિનામાં અલગ અલગ દિવસોએ જુદાજુદા ભાવે પીપીઈ કિટ ખરીદી હોવાનો આરટીઆઈમાં બહાર આવતા ગોબાચારી બહાર આવી છે.

અમદાવાદ ની એલજી હોસ્પિટલે જે દિવસે રૂ. 630ના ભાવે પીપીઈ કિટનો જથ્થો ખરીદ્યો, તેના બીજા જ દિવસે 792 રૂપિયા પ્રતિ નંગના ભાવે પીપીઈ કિટ ખરીદી હોવાનું જણાયું છે જેથી લાખ્ખો ની કટકી થઈ હોવાનું સપાટી ઉપર આવ્યું છે. માત્ર માર્ચ, એપ્રિલમાં એલજી હોસ્પિટલે જુદાજુદા ભાવે કુલ 8.75 લાખની પીપીઈ કિટ્સ ખરીદી છે. એ જ રીતે શારદાબેન હોસ્પિટલે પણ એક જ મહિનામાં રૂ. 170થી રૂ. 980 સુધી પ્રતિ નંગના ભાવે પીપીઈ કિટની ખરીદી કરી હતી. માર્ચથી જુલાઈ સુધીમાં શારદાબહેન હોસ્પિટલે 25 લાખથી વધુની પીપીઈ કિટો ખરીદી છે.

આ આરટીઆઈ પંકજ ભટ્ટ નામક નાગરિકે કરી હતી અને આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું છે કે, એલજી હોસ્પિટલે 13થી 16 એપ્રિલ વચ્ચે અલગ અલગ ભાવે પીપીઈ કિટનો જથ્થો ખરીદ્યો હતો. જ્યારે 20થી 21 એપ્રિલ વચ્ચે મ્યુનિ. સેન્ટ્રલ સ્ટોર દ્વારા 5700 નંગ પીપીઈ કિટ મળવા છતાં પણ 30 એપ્રિલે 575 જેટલી પીપીઈ કિટ ખરીદાઈ હતી.

જોકે સૌથી ચોંકાવનારી હકીકત તો એ છે કે આ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર જ નથી. સેન્ટ્રલ સ્ટોર દ્વારા તેમને 20 એપ્રિલથી 12 જુલાઈ સુધીમાં 28,500થી વધુ પીપીઈ કિટ આપવામાં આવી છે. તે ઉપરાંત દાનમાં પણ 1070 જેટલી પીપીઈ કિટ મળી છે. શારદાબેન હોસ્પિટલમાં પણ કોવિડ કેર સેન્ટર નથી, પરંતુ તેણે ખરીદેલી પીપીઈ કિટની કિંમતોમાં વિસંગતતા છે. લગભગ તમામ મહિનામાં એક વખત અડધા ભાવે તો બીજી વખત ડબલ ભાવે પીપીઈ કિટ ખરીદવામાં આવી છે.

તમામ હોસ્પિટલને મેડિકલ સેન્ટ્રલ સ્ટોર દ્વારા પીપીઈ કિટ ઉપલબ્ધ કરાવાતી હોવા છતાં પણ પોતાની જરૂરિયાત માટે હોસ્પિટલે વ્યક્તિગત રીતે પણ પીપીઈ કિટની ખરીદી કરી હતી, જેમાં પણ ભાવમાં આટલો મોટો તફાવત જોવા મળ્યો હતો. પીપીઈ કિટની ખરીદીમાં ભાવ ના ગોલમાલ માં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો ચર્ચામાં આવતા ખુબજ મોટું રેકેટ ચાલતુ હોવાની વાત જાહેર થઈ છે જેના કારણે રોગચાળા ની આડ માં કેટલાક ને કોરોના ફળ્યો હોવાનું કહેવાય છે.

source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •