24 કલાક ભારે:બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સક્રિય, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ઈનસેટ ઉપગ્રહની તસવીરમાં ગુજરાતનો આખો ભાગ વાદળોથી ઘેરાયેલો દેખાતા હવામાન વિભાગની અગમચેતી

રાજ્યમાં હાલ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જેને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. માત્ર એટલું જ નહીં, છેલ્લા ત્રણ દિવસથી અત્યાર સુધી વરસાદની ખેંચ ભોગવી રહેલા ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત 24 કલાક દરમ્યાન અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ આગાહીને પગલે આગામી 2 દિવસ દરમ્યાન માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સક્રિય થયું છે. જેની અસર ગુજરાતમાં 26 ઓગસ્ટ પછી વર્તાશે અને વધુ વરસાદ પડે તેવી શક્યતા છે. અત્યાર સુધી રાજ્યમાં જેટલો વરસાદ થવો જોઈએ તેના કરતાં 18 ટકા વધુ વરસાદ થયો છે.

સૌરાષ્ટ્ર-કચ્છ બાજુ લો પ્રેશર આગળ વધી રહ્યું રહ્યું છે
રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે કરવામાં આવી રહેલી બચાવ કામગીરી અંગે NDRFના ચીફ કમાન્ડર રણવિજયસિંહે કહ્યું કે, હાલ સૌરાષ્ટ્ર-કચ્છ બાજુ લો પ્રેશર આગળ વધી રહ્યું રહ્યું છે. રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે NDRF(નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ)ની ટીમ કાર્યરત છે. હાલ 13 ટીમ એલર્ટ છે. તેમજ મોરબીમાં પડેલા ભારે વરસાદને કારણે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે અને વધુ એક ટીમ મદદે મોકલી છે. તેમજ ધોળકામાં પાણીમાં ફસાયેલા 100થી 150 લોકો બહાર કાઢવામાં SDRF(સ્ટેટ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ)ની ટીમ મોકલવામાં આવી છે.

ગોંડલમાં 24 કલાકમાં 7 ઈંચ જેટલો વરસાદ પડતા નાની બજાર બેટમાં ફેરવાઈ હતી

ગોંડલમાં 24 કલાકમાં 7 ઈંચ જેટલો વરસાદ પડતા નાની બજાર બેટમાં ફેરવાઈ હતી

અત્યાર સુધીમાં કયા ઝોનમાં કેટલો વરસાદ
રાજ્યમાં ચાલુ સિઝનનો સરેરાશ 102.73 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 188.02 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 134.81 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 90.21 ટકા, ઉત્તર ગુજરાતમાં 87.44 ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં 78.98 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

વિસનગર શહેરમાં વહેલી પડેલા વરસાદને કારણે ઉમતા-કામલપુર પાસે પસાર થતી રૂપેણ નદી બે કાંઠે વહેવા લાગી હતી

વિસનગર શહેરમાં વહેલી પડેલા વરસાદને કારણે ઉમતા-કામલપુર પાસે પસાર થતી રૂપેણ નદી બે કાંઠે વહેવા લાગી હતી

રાજ્યના 206 જળાશયોમાં પાણી સંગ્રહની સ્થિતિ
રાજ્યમાં થયેલા વરસાદને કારણે સરદાર સરોવર સહિત 206 જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ 2,19,275 MCFT(મિલિયન ક્યુબિક ફિટ) પાણીના સંગ્રહ સાથે કુલ સંગ્રહ શક્તિના 65.64 ટકા જેટલો થયો છે. રાજ્યના 76 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત 78 જળાશયો એવા છે કે જે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર સહિત 20 જળાશયો એવા છે કે જેમાં 50થી 70 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. તેમજ 16 જળાશયોમાં 25થી 50 ટકા વચ્ચે અને 15 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •