એક વાર છૂટાછેડા થયા પછી PSI અને ફાર્માસિસ્ટે ફરી લગ્ન કર્યા, ફરી ઝઘડો થતા..

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

જાણે પ્રેમ રમત બની ગયો હોય તેવું લાગે છે કારણ કે પ્રેમલગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે તકરાર થતાં ગણતરીના મહિનાઓમાં જ પતિ પત્ની છૂટાછેડા લેતા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો દાહોદ જિલ્લામાં સામે આવ્યો છે. જેમાં વડોદરાના ટ્રાફિકના પૂર્વ PSIને એક પરિણીતા સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદ બંને વચ્ચે તકરાર થતા છૂટાછેડા લીધા હતા અને પછી ફરી બંનેએ લગ્ન કરી લીધા હતા. બીજી વાર લગ્ન થયા બાદ પણ હવે તેમનાં દાંપત્યજીવનમાં ફરી ભંગાણ સર્જાય તેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે.

રિપોર્ટ અનુસાર દાહોદ જિલ્લામાં વડોદરા ટ્રાફિકના પૂર્વ PSI પરિણીત હોવા છતાં પણ તેને હાલોલ કામદાર વિમા યોજના હોસ્પિટલની આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટ યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટ પણ પરિણીત હતી એટલે પૂર્વ PSI અને યુવતીએ લગ્ન કરવા માટે પોતાના જીવનસાથીને છૂટાછેડા આપીને પ્રેમ લગ્ન કરી લીધા હતા. લગ્ન કર્યા પછી પરિણીતાએ PSI પતિ પર ગંભીર આક્ષેપો કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેથી PSIને જેલમાં જવું પડ્યું હતું.

એક વાર છૂટાછેડા થયા પછી PSI અને ફાર્માસિસ્ટે ફરી લગ્ન કર્યા, ફરી ઝઘડો થતા..

ત્યારબાદ બન્નેએ છૂટાછેડા લીધા હતા અને PSI જેલમાંથી છૂટ્યા બાદ ફરી તેને ફાર્માસિસ્ટ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને ફરીથી બંનેએ લગ્ન કરી લીધા હતા. PSI તેની પહેલી પત્નીના બાળકો સાથે વાતો કરતો હતો અને આ વાત ફાર્માસિસ્ટ યુવતીને પસંદ ન હતી. તેથી તે પતિને પહેલી પત્નીના બાળકો સાથે વાત ન કરવાનું કહેતી હતી. એક દિવસ જ્યારે PSI વીડિયો કોલમાં વાત કરતો હતો ત્યારે પત્નીએ પતિને દિવાલમાં માથું પછાડીને ઇજાગ્રસ્ત કર્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

આ ઘટનામાં PSI પતિએ પત્ની સામે હાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહત્ત્વની વાત છે કે, પહેલી વખત જ્યારે ફાર્માસિસ્ટ પત્નીએ PSI પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારબાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •