દાહોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા નેશનલ એપ્રેન્ટીસશીપ મેળા – 2021 અંતર્ગત સમગ્ર દેશમાં તા.04 ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે આજે જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો હતો. આ વેળા યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને સંબોધતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ વહીવટી તંત્ર દ્વારા યુવાનો સ્વનિર્ભર બને એ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. જિલ્લામાં આ માટે સમયાંતરે ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે તેમજ યુવાનોને વિવિધ રોજગાર-ધંધા માટે જરૂરી માર્ગદર્શન માટેની પણ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે, આ એપ્રેન્ટીસશીપ તાલીમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં આવેલી વિવિધ વ્યવસાયોમાં એકમોની માંગ અનુસાર યુવાનોને તાલીમ આપી રોજગારીની તકોમાં વધારો કરવાનો તથા ઔદ્યોગિક એકમોમાં ગુણવત્તાસભર ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે કુશળ કારીગરો પુરા પાડવાનો છે. સરકારના સ્કિલ ઇન્ડિયા મિશન અંતર્ગત કુશળ કારીગરો પૂરા પાડી શકાશે. કેન્દ્ર સરકાર દ્વારા તાલીમાર્થીને રૂ. 1500 અને મુખ્યમંત્રી એપ્રેન્ટિશશીપ તાલીમ યોજના અંતર્ગત ડિપ્લોમા ધારક તાલીમાર્થીને રૂ. 2000 અને સ્નાતકને રૂ. 3000 આપવામાં આવે છે.

આ ભરતી મેળામાં જીલ્લાના વિવિધ એકમો તેઓંની એપ્રેન્ટીસશીપ વેકેન્સી સાથે ઉપસ્થિત રહ્યાં હતા. આ ભરતી મેળામાં વિવિધ સંસ્થાઓ દ્વારા 62 થી વધુ જગ્યાઓ માટે ભરતી માટે યોજાયો છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય કે.બી. કણઝારિયા, આચાર્ય મુનિરા કાંચવાલા સહિતનાં અધિકારીઓ-કર્મયોગીઓ સહિત એપ્રેન્ટિશશીપ યોજનામાં જોડાવા ઇચ્છતા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •