ગોધરા: મંત્રી નિમિષાબેન સુથાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને ૧ મહિનો પૂરો થયો…જાણો શું છે સમગ્ર મામલો

SHARE WITH LOVE

ભાજપા ના કેટલાક અગ્રણીઓએ સમર્થન આપ્યું છે. અન્ય સમાજોના કેટલાક આગેવાનોએ પણ છાવણીની મુલાકાત લઈ સમર્થન આપ્યું છે.

પંચમહાલઃ ખોટા અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રો વિરુદ્ધ લડત સમિતિએ ગોધરા સત્યાગ્રહ છાવણીમાં દિવાળી મનાવીને પરંપરા જાળવી રાખી અને સત્યાગ્રહ પણ ચાલુ રાખ્યો.ખોટા અનુસૂચિત જનજાતિ ( એસ.ટી.) પ્રમાણપત્રો વિરુદ્ધ લડત સમિતીના કન્વિનર પ્રવીણભાઈ પારગી ની આગેવાની હેઠળ રાજય સરકારના રાજય કક્ષાના આદિજાતિ અને આરોગ્ય વિભાગના મંત્રીશ્રી નિમિષાબેન સુથારના ખોટા જાતિ પ્રમાણપત્ર મુદ્દે તેઓને ધારાસભ્ય અને મંત્રી પદેથી ગેરલાયક ઠેરવવા માટે આદિવાસી સમુદાયમાં ઉઠેલી લોકમાંગને વાચા આપવા માટે છેલ્લા 31 દિવસથી અચોક્કસ મુદતના ધરણા જિલ્લા સેવા સદન ગોધરા ના મુખ્ય ગેટની બાજુમાં ચાલી રહ્યા છે.

તેઓએ સત્યાગ્રહ છાવણીમાં દિવાળીનો તહેવાર મનાવીને પરંપરાને જાળવી રાખી હતી તેમજ આદિવાસી દિવસ ની ઉજવણી પણ કરવામાં આવી, પડતા વરસાદમા પણ અડગ રહિ સત્યાગ્રહ પણ ચાલુ રાખ્યો છે. અત્યાર સુધીમાં જુદા જુદા જિલ્લા, તાલુકા, ગામોનાં વિવિધ સંગઠનો ના અગ્રણીઓએ સત્યાગ્રહ છાવણીની મુલાકાત લઈ સમર્થન આપ્યું છે. બીટીપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપા ના કેટલાક અગ્રણીઓએ સમર્થન આપ્યું છે. અન્ય સમાજોના કેટલાક આગેવાનોએ પણ છાવણીની મુલાકાત લઈ સમર્થન આપ્યું છે.તેમજ સરકાર નાં ૨૫ ઓક્ટોબર નાં નોટીફીકેશન વિશે આગેવાન પ્રવીણ પારગી દ્વારા શું કહેવામાં આવ્યું જોઈએ…

Source:


SHARE WITH LOVE