ભ્રષ્ટાચાર / સાબરકાંઠામાં બાલભોગ કૌભાંડ: 15 દિવસ બાદ પણ તપાસના નામે મીંડુ

SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares

સાબરકાંઠામાં બાલભોગ મહા કૌભાંડ ને 12 દિવસ થવા છતાં હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી ત્યારે આ મામલે vtv ને એક એવો વિડિયો હાથ લાગ્યો છે જેમાં બાલ ભોગ કૌભાંડ કેવી રીતે થાય છે તેમજ આ કૌભાંડ થકી કેટલા પૈસા મળે છે તેનો ખુલાસો જાતે જ કરતો જોવા મળે છે. માણસો માટે બનાવેલો બાલભોગ પશુઓના આહાર તરીકે ખુલ્લમખુલ્લા વપરાતો હોવા છતાં અધિકારીઓ દ્વારા છાવરવામાં આવતો હોય તેમ જણાઈ રહ્યું છે.

 • સાબરકાંઠામાં બાલભોગનું કૌભાંડ ઝડપાયું
 • લાલપુર નજીક પશુઆહારમાં કરાતું હતું મિક્સ
 • પશુઆહારમાં બાલભોગ કરાતુ હતુ મિક્સ

ગુજરાતમાં કુપોષણ દૂર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી તેમજ હાલના પ્રધાનમંત્રી દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરાયો હતો જે અંતર્ગત સંપૂર્ણ પોષ્ટિક આહાર ને પેકિંગ સ્વરૂપે બાળકો વિષયો તેમજ સગર્ભા માતાઓને ઘરે પહોંચાડવા માટેનું વિશિષ્ટ પ્રયાસ હાથ ધરાયો હતો જોકે હાલમાં આ મામલે મહા કૌભાંડ શરૂ કરાઇ છે જેનુ જીવતો જાગતું ઉદાહરણ બેક સપ્તાહ પહેલા વી ટીવીની ટીમ દ્વારા બહાર લાવવામાં આવ્યું હતું તેમજ સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા બાતમીના આધારે લેવાયેલા આ કૌભાંડ ની રજૂઆત પણ કરવામાં આવી હતી.

જોકે અધિકારીઓની મીલીભગત ને પગલે બે સપ્તાહ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં હજુ સુધી તપાસના નામે માત્ર સમય વ્યતીત કરાઈ રહ્યો છે ત્યારે બાલભોગ કૌભાંડ જે જગ્યાએથી ઝડપાયું છે હતું તેની કબૂલાત કરવાની સાથોસાથ કિંમત અને ટેકનિક પણ બતાવી છે.

જોકે સૌથી મહત્વની બાબત એ છે કે સમગ્ર જિલ્લાના અધિકારીઓની ફોજ છેલ્લા બે સપ્તાહથી તપાસના નામે સમય વ્યતીત કરી રહી છે ત્યારે વિડીયો ક્લિપમાં બાલભોગ ની જગ્યાએ પશુઆહાર ભેળસેળ કરતો હોવાની કબૂલાત કરવા છતાં અધિકારીઓ એ આજદિન સુધી પોલીસ ફરિયાદ કરવાની તસ્દી લીધી નથી જે બતાવે છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ની પણ આ કૌભાંડમાં મિલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે

શું હતુ કૌંભાડ

એક તરફ ગુજરાતનું કુપોષણ દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ માનવીઓનું કુપોષણ દૂર કરવાની વાત ભુલાવી પૌષ્ટિક આહાર જાણે કે પશુ આહાર માટે બનાવાયો હોય ભેળસેળ કરવામાં આવતી હોવા છતાં આ મામલે ઠોસ પગલા ક્યારે લેવાય છે તે મહત્વનું બની રહે છે

સાબરકાંઠામાંથી બાળભોગનું કૌભાંડ ઝડપાયું છે. લાલપુર નજીક બાળભોગ પશુઆહારમાં મિક્સ કરાતું હતું. ધાત્રીમાતા, બાળકોને આપતો બાળભોગનો જથ્થો ઝડપાયો છે. હિંમતનગરના DySPએ દરોડા પાડીને કાર્યવાહી કરી હતી. વિના મૂલ્યે અપાતો આહાર 20 રૂપિયામાં બારોબાર વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું હતુ.

એક જ મહિનામાં 5 કરોડથી વધુનું કૌભાંડ થયાની આશંકા સેવાઈ રહી છે. એક વર્ષમાં 60 કરોડનું કૌભાંડ થયું હોવાની શક્યતાઓ છે. કુપોષણ દૂર કરવા સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. કરોડો રૂપિયાનો બાળભોગ પશુઆહારમાં ભેળવી દેવાયો હતો.

બાલભોગ શું છે?

 • કુપોષણ સામે લડવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે
 • 6 વર્ષથી નીચેના બાળકોમાં કુપોષણ દૂર કરવા બાલભોગ અપાય છે
 • બાલભોગ એ સપ્લીમેંટરી ન્યૂટ્રીશન ફૂડ હોય છે જેનાથી કેલેરી મળે છે
 • સરકારે રાજ્યને 336 બ્લોકમાં વહેંચીને બાલભોગની વ્યવસ્થા કરી છે
 • એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે ICDS આ યોજના ચલાવે છે
 • મહિલા અને બાળવિકાસ વિભાગની યોજના છે જેમાં આ પ્રકારનો ખોરાક અપાય છે
 • બાલભોગને સરળતાથી દૂધ કે પાણીમાં મિશ્રિત કરી શકાય છે
 • શીરો, ઉપમા જેવી સ્વાદિષ્ટ વાનગીઓના સ્વરૂપમાં બાલભોગ હોય છે
 • બાલભોગમાં ઘઉં, ઘી જેવી પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ હોય છે
 • આંગણવાડી કાર્યકરો દ્વારા બાલભોગનું વિતરણ કરવામાં આવે છે
 • DDO કક્ષાએ બાલભોગની વહેંચણીનું સીધું નિયંત્રણ હોય છે
 • તાલુકા અને ગ્રામકક્ષાએ ગ્રામ પંચાયતો પણ વિતરણમાં હોય છે
 • તાલુકા સ્તરે પ્રોગ્રામ ઓફિસરોની પણ નિમણૂંક કરેલી હોય છે

સળગતા સવાલ

 • બાલભોગ સગેવગે કરવાનું કૌભાંડ કોણ કરી રહ્યું છે?
 • બાળકોનો આહાર પશુઓને આપનારા કોણ છે?
 • સાબરકાંઠામાં બાલભોગનો જથ્થો કોણ બારોબાર વેચી રહ્યું છે?
 • બાલભોગનો વહીવટ થતો હતો તો મહિલા બાળ વિકાસ વિભાગ શું કરતો હતો?
 • બાલભોગનું સંચાલન કરતી ICDS શું કરે છે?
 • શું ઉપર સુધી નાણાંકીય વહિવટમાં બાળકો પીડાઈ રહ્યાં છે?
 • મહિલા અને બાળવિકાસ વિભાગના બદલે પોલીસને જાણ કેવી રીતે થઈ?
 • પોલીસને ફેક્ટરી પર રેઈડ કરવાની જરૂર કેમ પડી?
 • જિલ્લા વિકાસ અધિકારીને આવડા મોટા કૌભાંડની જાણ કેમ ન થઈ?
 • તાલુકા અને ગ્રામકક્ષાએ DDOના તંત્રએ શું ધ્યાન રાખ્યું?
 • ICDSના પ્રોગ્રામ અધિકારીએ બાલભોગ સગેવગે થતો હતો તો કર્યું શું?
 • એવો કેટલો જથ્થો અત્યાર સુધી પશુઆહાર થઈ ગયો?
 • બાળકો ભૂખે મરે અને પશુઓને તેમનો આહાર પહોંચ્યો કેવી રીતે?
 • ગુજરાતમાં આવી રીતે કુપોષણ સામે આપણે લડી રહ્યાં છીએ?

Source link


SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares