Covaxin : ભારતમાં ‘કોવિશિલ્ડ’ને મંજૂરી બાદ ભારત બાયૉટેકની ‘કોવૅક્સિન’ને પણ મંજૂરી

SHARE WITH LOVE
  • 5
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    5
    Shares

ભારત સરકારે શુક્રવારે ઑક્સફૉર્ડ યુનિવર્સિટી અને ઍસ્ટ્રાજેનેકા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી રસીને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપ્યા બાદ હવે ભારતીય કંપની ભારત બાયૉટેકની રસી ‘કોવૅક્સિન’ને પણ ઇમર્જન્સી ઉપયોગ માટે સરકારની મંજૂરી મળી ગઈ છે.

જોકે બંને રસીને હજુ અંતિમ મંજૂરી મળવાની બાકી છે. તેને ડ્રગ કંટ્રોલર એટલે કે તબીબી સારવાર અને ઉપકરણો મામલે નિયમન કરતી સંસ્થા ડીસીજીઆઈની મંજૂરી મળવાની બાકી છે.

બીજી તરફ ભારત બાયૉટેકની રસી મામલે કેટલાકે સવાલ ઉઠાવી તેના વિશે વધુ ડેટા પણ માગ્યો છે.

ભારત આ વર્ષ જૂન સુધી 30 કરોડ લોકોને રસી આપવાની તૈયારી કરી રહ્યું છે.
તેના માટે શનિવારે ડ્રાય રન પણ કરવામાં આવ્યો હતો.

તેમાં દસ હજારથી વધુ સ્વાસ્થ્યકર્મીઓ સામેલ થયા હતા.

વળી વૅક્સિન આપવાની રેસમાં ઇઝરાયલ સૌથી આગળ ચાલી રહ્યું છે. તેમાં 12 ટકાથી વધુની વસતિને રસી આપી દેવાઈ છે.


‘ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીને મંજૂરી’

દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે શુક્રવારે ડીસીજીઆઈના તજજ્ઞોની સમિતિએ એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની કોવિશિલ્ડ રસીના ઇમર્જન્સી ઉપયોગ માટે ભલામણ કરી હતી, તેને મંજૂરી આપી દેવામાં આવી હતી.

ભારતમાં આ રસી પુણેની સિરમ ઇન્સિટટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી છે.


કોવિશિલ્ડ વૅક્સિન કેવી રીતે કામ કરે છે?

કોવિશિલ્ડ રસી ચિમ્પૅન્ઝીમાં જોવા મળતા શરદીના સામાન્ય વાઇરસને નબળા બનાવીને તૈયાર કરાઈ છે. તેને કોરોના વાઇરસ જેવો જ બનાવવામાં આવ્યો, જોકે તેનાથી બીમાર થવાતું નથી.

જ્યારે આ રસી દર્દીને અપાય છે, ત્યારે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પેદા થાય છે, જેનાથી દર્દીના શરીરમાં ઍન્ટિ-બૉડીઝ બનવાની શરૂઆત થાય છે, જે કોરોના વાઇરસના સંક્રમણને અટકાવે છે.

ભારતમાં સિરમ ઇન્સિટટ્યૂટ પ્રમુખ રસી ઉત્પાદકોમાંથી એક છે. અહીં બનેલી રસીઓ દુનિયાના ખૂણેખૂણે પહોંચાડવામાં આવે છે અને દર વર્ષે રસીઓના કરોડો ડોઝ અહીં બને છે.

સિરમ ઇન્સિટ્યૂટના આદર પુનાવાલાએ આ અગાઉ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભારતને ટૂંક સમયમાં રસી મળી જશે.

જોકે નોંધવાપાત્ર વાત તો એ છે કે બ્રિટને આ પૂર્વે કોવિશિલ્ડને ઇમર્જન્સી મંજૂરી આપી હતી, પણ કેટલાક લોકોને તેની આડઅસર થતાં બ્રિટનમાં રસી પર રોક લગાવી દેવાઈ.


ભારતમાં કેટલી રસી તૈયાર થઈ રહી છે?

કોવિશિલ્ડ ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની રસી સિરમ ઇન્સિટ્યૂટ દ્વારા તૈયાર કરાઈ છે.

બીજી રસી કોવૅક્સિન છે. હૈદરાબાદની ભારત બાયૉટેક કંપની ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચની મદદથી આ રસી તૈયાર કરી રહી છે. આ રસી ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે.

ત્રીજી રસી zyCov-d છે. અમદાવાદની કેડિલા કંપની આ રસી તૈયાર કરી રહી છે, જે ટ્રાયલના બીજા તબક્કામાં છે.

રશિયાની સ્પુતનિક વી રસીને પણ ડૉ. રેડ્ડી કંપની દ્વારા તૈયાર કરાઈ રહી છે. જેનું પ્રથમ અને બીજા તબક્કાનું ઍડ્વાન્સ પરીક્ષણ ચાલી રહ્યું છે.

સિરમ ઇન્સિટટ્યૂટ બીજી વૅક્સિન તૈયાર કરી રહી છે, એ NVX-Cov2373 છે.

આ રસી ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે, જલદી જ તેને માન્યતા મળી શકે છે.

આ ઉપરાંત બીજી ચાર રસી છે, જે પુણે અને હૈદરાબાદની કંપનીઓ તૈયાર કરી રહી છે.


ઑક્સફર્ડની રસી આટલા ઓછા સમયમાં કેવી રીતે તૈયાર થઈ?

ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો છેલ્લા ઘણા સમયથી એક એવી રસી તૈયાર કરવામાં લાગ્યા હતા, જે વિવિધ રોગોનો સામનો કરી શકે.

એટલે પહેલાંથી જ આ રસીને લગતું ઘણું સંશોધન થયેલું હતું, તેમણે માત્ર તેને કોરોના વાઇરસ કેન્દ્રીત બનાવવાની હતી.


  • કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
  • કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?

source: bbc.com/gujarati

Source link


SHARE WITH LOVE
  • 5
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    5
    Shares