ડોલવણ: સેવા સેતુ કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિ મોહનભાઈ ઢોડિયા પ્રેરક ઉપસ્થિતિ

SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

સામાન્ય પ્રજાજનો માટે ઉપયોગી એવી જુદી જુદી રોજિંદી સેવાઓની જાણકારી આપતા મંત્રીએ રાજ્ય સરકારના ૧૩ જેટલા વિભાગોની પ્રજાલક્ષી સેવાઓનો વધુમાં વધુ લાભ લેવાનો, અને આવા કાર્યક્રમો બાબતે વિશેસ જાગૃતિ દાખવવા પણ અનુરોધ કર્યો હતો.

રાજ્ય સરકાર જ્યારે પ્રજાજનોને ઘર આંગણે જ વિવિધ સેવાઓ પહોંચાડી રહી છે ત્યારે, પ્રજાજનો વિશેષ જાગૃતિ સાથે તેનો લાભ લે, અને બાકી રહી જતા લાભાર્થીઓ સુધી આ સેવા કાર્યની જાણકારી પહોંચાડે તેવો અનુરોધ કરતા, તાપી જિલ્લાના પ્રભારી મંત્રી યોગેશ પટેલે ડોલવણના સેવા સેતુ કાર્યક્રમમાં જણાવ્યું હતું.

દરમિયાન તાલુકાના જુદા જુદા લાભાર્થીઓને, વિવિધ યોજનાકીય લાભોનું પણ મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું. મંત્રી સહિતના મહાનુભાવો એ વિવિધ સેવા સ્ટોલ્સની પણ જાત મુલાકાત લીધી હતી.

સત્તાના વિકેન્દ્રિકરણ કરવાના ભાગરૂપે રાજ્ય સરકારે ડોલવણને તાલુકા કક્ષાનો દરજ્જો આપીને, સરકારની સેવાઓનો લાભ પ્રજાજનોને ઘરઆંગણે જ મળી રહે તેવી વ્યવસ્થા કરવા બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવવાની અપીલ કરતા, વાલોડના ધારાસભ્ય મોહન ઢોડિયાએ સંવેદનશીલ રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમનો હાર્દ સ્પષ્ટ કર્યો હતો.

પ્રાસંગિક વક્તવ્ય કરતા મોહનભાઇએ સૌના સાથ-સૌના વિકાસની વિભાવના સ્પષ્ટ કરતા, પ્રજાજનોને ખૂબ જ સંયમ અને ધીરજ સાથે ઉપલબ્ધ સેવાઓનો લાભ લેવાનો પણ અનુરોધ કર્યો હતો. આદિવાસી સમાજ માટે સતત ચિંતિત રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓની જાણકારી આપતા ધારાસભ્યએ સરકારની કાર્યપ્રણાલીનો પણ ખ્યાલ આપ્યો હતો.

સરકારના જુદા જુદા વિભાગોની વિવિધ સેવાઓને પ્રજાજનોના ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે આયોજિત સેવા સેતુ કાર્યક્રમની રૂપરેખા આપતા તાપી કલેકટર આર.જે.હાલાણીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. હાલાણીએ પ્રજાજનોને સેવા સેતુનો મોટી સંખ્યામાં લાભ લઈને, જરૂરિયાતમંદ પ્રજાજનો સુધી કાર્યક્રમની જાણકારી પહોંચાડવાની પણ અપીલ કરી હતી.

આશ્રમશાળાના પટાંગણમાં આયોજિત ડોલવણ તાલુકાના આ સેવા સેતુ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી સહિત, વાલોડના ધારાસભ્ય મોહન ઢોડિયા, સામાજિક કાર્યકર જયરામ ગામીત, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ માવજીભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ લતાબેન, પંચાયત સદસ્યો, સરપંચો, પ્રજાજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published.