બે દિવસમાં ગુજરાતના બે નેતાઓએ ખેડૂતો મુદ્દે સંસદ ગજવી, જાણો કોણે શું કહ્યું?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

પાક વિમાને લઈને ખેડૂતોમાં સરકાર અને વીમા કંપની સામે આક્રોશ છે. ત્યારે ખેડૂત મુદ્દે વધુ એક સાંસદે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોના રોષથી નેતાઓ રજૂઆતો માટે મજબુર બન્યા છે. ખેડૂતોને સિંચાઇ યોજનાનો લાભ મળી રહ્યો નથી. સાંસદ પરબત પટેલ અને પૂનમ માડમે પણ ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો.

વીમા કંપનીઓ ખેડૂતોને વળતર આપે તેઓ આ કમિટી આદેશ કરેઃ પૂનમ માડમ

જામનગર સાંસદ પૂનમ માડમે લોકસભામાં વીમા કંપનીઓની દાદાગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યુ હતું કે, વીમા કંપનીઓની મનમાનીના કારણે ખેડૂતોને અધિકારી મળતો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત કમિટી હેઠળ તપાસ થાય તેવી પણ તેમણે માંગ કરી હતી. આ વીમા કંપનીઓ ખેડૂતોને વળતર આપે તેવો આ કમિટી આદેશ કરે તેવી માંગ પૂનમ માડમે કરી હતી. પૂનમ માડમે કહ્યું હતું કે, સરકારના પ્રયત્નો હોવા છતાં વીમા કંપનીઓની મનમાનીના કારણે ખેડૂતોને તેમને અધિકાર નથી મળી રહ્યો. વીમા કંપનીઓએ યોગ્ય આંકલન ન કર્યુ હોય તેના કારણે ખેડૂતોને તેમના હક નથી મળી રહ્યો.

વીમા કંપનીઓએ ગુજરાતના ખેડૂતો સાથે ગરબડ કરીઃ પરબત પટેલ

પરબત પટેલે લોકસભામાં કહ્યું હતું કે, સરકારોનો ઈરાદો સારો પણ વીમા કંપનીઓ બેજવાબદાર છે. કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે. પાક વીમા યોજના ખૂબ સારી છે પણ કંપનીઓ બેજવાબદાર છે. કંપનીઓના બેજવાબદાર વર્તનના કારણે સર્વેમાં મુશ્કેલી થઈ છે. 

વધુમાં તેમણે કહ્યું હતું કે, 72 કલાકમાં ખેડૂતોએ ફરિયાદ કરવાની હતી પણ કંપનીઓએ ગરબડ કરી. કોલ સેન્ટર પર કોઈએ ફોન ઉઠાવ્યા નહીં અને ખેડૂતોને મુશ્કેલી થઈ. બેજવાબદાર અધિકારીઓના નંબર આપ્યા તો ખેડૂત ફરિયાદ ક્યાં કરે? સર્વે કરવા કંપનીના માણસો જાય ત્યારે ખેડૂતની ફરિયાદ ધ્યાને લે. ફરિયાદનો સમય 72 કલાક હતો તેના બદલે હજુ ફરિયાદ લેવી જોઈએ.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.