ઝારખંડ Exit Poll: BJPને ફટકો પડવાના સંકેત, JMM-કોંગ્રેસ સરકાર બનાવી શકે તેવા અણસાર?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

છેલ્લા તબક્કાના મતદાન પછી આવેલા  Exit Pollમાં જનતા JMM-કોંગ્રેસની તરફેણમાં 

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મોટો ફટકો પડે એવા અનુમાન આવી રહ્યા છે. પાંચમાં અને છેલ્લા તબક્કામાં મતદાન પછી તમામ Exit Pollમાં બીજેપી સત્તા બહાર ફેંકાય એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. Exit Poll મુજબ રાજ્યમાં હવે ઝારખંડ મુક્તિ મોર્ચા અને કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવી શકે છે. આ સરકાર હેમંત સોરેનના નેતૃત્વમાં બની શકે છે. જો આમ બને છે તો, મહારાષ્ટ્ર પછી ઝારખંડ બીજુ રાજ્ય હશે, જ્યાં બીજેપી સત્તા ગુમાવશે.

વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 44 સિટો મળી હતી. જે પછી રઘુવર દાસના નેતૃત્વમાં બીજેપી સરકાર બની હતી. લોકસભા ચૂંટણી પછી મહારાષ્ટ્ર અને હરિયાણામાં બીજેપી સત્તા બચાવવામાં સફળ રહી હતી,પરંતુ મહારાષ્ટ્રમાં શિવસેનાના વિદ્રોહને કારણે તેણે સત્તાથી હાથ ગુમાવવા પડ્યા. હવે ઝારખંડમાંથી Exit Pollના જે સંકતો મળી રહ્યા છે, એ પણ  બીજેપી માટે ખરાબ પરિણામ લાવી શકે છે. 

2014 વિધાનસભા ચૂંટણીમાં અહીં બીજેપીને 44, જેએમએમને 16, કોંગ્રેસને 6 સિટો મળીહ હતી. આજસુને 3 અને બાબૂલાલ મરાંડી પાર્ટીને 2 સિટો મળી હતી. જે પછી રઘુવર દાસના નેતૃત્વમાં બીજેપી સરકાર બની હતી, આ સરકાર ઝારખંડના 19 વર્ષના ઇતિહાસમા પહેલી વાર પાંચ વર્ષ ચાલેલી સરકાર છે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •