LoC ભારતીય સેનાનો ખૌફ, PoK લોન્ચપેડ પર મચ્યો હડકંપ, માત્ર 43 આતંકીઓ જ બચ્યા

SHARE WITH LOVE
  • 6
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    6
    Shares

સુરક્ષા દળોના એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર આતંકીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીઓકે(PoK)માં હાજર આતંકવાદી લોન્ચપેડ પર જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ભારે ઘટાડો થયો છે. ભારતની ગુપ્તચર એજન્સી(Intelligence Agency) એલઓસી પર સતત નજર રાખી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદથી ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. ભારતીય સૈન્યની જવાબી કાર્યવાહી પણ ચાલુ છે, ઓપરેશન ઓલઆઉટમાં આતંકવાદીઓનો સફાયો સતત કરવામાં આવી રહ્યો છે.

માત્ર 43 આતંકી બચ્યા

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 108 આતંકીઓની હિલચાલને નોટિસ કરવામાં આવી હતી. એવા પણ અહેવાલો છે કે આતંકવાદીઓ હવે લોન્ચપેડ પર આવવાનું ટાળી રહ્યા છે, જ્યાં આવીને તેઓ સતત ઘૂસણખોરીનો પ્રયાસ કરતા હતા. સૈન્યના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં જે 43 આતંકવાદીઓ લોન્ચપેડ પર છે, તેમાંથી 28 જમ્મુની સરહદ નજીક લોન્ચપેડ પર છે, જ્યારે કાશ્મીર ખીણની સામે સક્રિય લોન્ચપેડ પર માત્ર 15 આતંકીઓ જ બચ્યા છે.

તો બીજી તરફ ગયા વર્ષે ડિસેમ્બરમાં એલઓસીના લોન્ચ પેડ પર 225 આતંકવાદીઓ નોટિસ કરવામાં આવ્યા હતા. જો કે, ભારતીય સુરક્ષા એજન્સીઓ એવી અપેક્ષા રાખી રહી છે કે એપ્રિલ-મે મહિનામાં બરફવર્ષા પછી જ્યારે પર્વતમાર્ગો ખુલશે અને બરફ પીગળી જશે, ત્યારે પાકિસ્તાન પોતાની જૂની આદત પ્રમાણે ફરી એકવાર આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરી શકે છે. જોકે થોડા સમય પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે જૂના સિઝફાયર કરાર પર પાછા આવવા સહમતી બની છે. આમ હોવા છતાં ભારતીય સેના અને સુરક્ષા દળોએ કોઈપણ પ્રકારની ઢીલાસ છોડી નથી.નથી.

Source link


SHARE WITH LOVE
  • 6
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    6
    Shares