મંત્રી ગણપતસિંહ વસાવા: સુરત જિલ્લાના માંડવી તાલુકાના ૬૧ અને માંગરોળ ૨૮ ગામો ને લાભ થશે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (PM Naredra Modi) દ્વારા કાકરાપાર- ગોડદા-વડ ઉદવહન સિંચાઇ યોજના જે તારીખ ૧૭/૦૯/૨૦૧૬ના રોજ લીમખેડાના કાર્યક્રમમાં કરાઈ હતી, તે યોજના દ્વારા સુરત જિલ્લાના માંડવી તાલુકાના કુલ ૬૧ તેમજ માંગરોળ તાલુકાના કુલ ૨૮ ગામો લાભાન્વિત થશે.

કાકરાપાર ખાતે તાપી નદી પર તેમજ ગોડદા ખાતે વેર નદી પર આમ બે પમ્પીંગ સ્ટેશન ધરાવતી આ યોજના કુલ ૫૧૧.૭૪ કરોડના ખર્ચે તૈયાર ગયેલ છે.

કુલ ૨૦૦૪૦ હેક્ટર સિંચાઇ વિસ્તારને આવરી લેતી આ યોજનાની કામગીરી ૯૦ % પૂર્ણ થયેલ છે અને ચોમાસા બાદ એચ. ટી. પાવર કનેક્શન ઉપલબ્ધ થતાં આ યોજના કાર્યરત થઈ શકશે, જેની જાણ કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવું છું. ૨૯૦૦૦ જેટલાં ખેડૂતમિત્રોને લાભાન્વિત કરતી આ યોજના સીમાસ્તંભ સૂચક છે: ગણપતસિંહ વસાવા (Ganpatsinh Vasava)


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •