રાજપીપળાઃ નર્મદા નદીમાં રેતીની લીઝની પરવાનગી આપવાના વિરોધમાં આંદોલન, લોકોએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રેતી ખનનથી સિસોદ્રા ગામ અને ખેતરોમાં પૂરના પાણી ઘૂસી જવાની ભિંતી

લોકોના રોષને પગલે 1 ડીવાયએસપી સહિત 110 પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા 

રાજપીપળાઃ સિસોદ્રા ગામ પાસે નર્મદા નદીના પટ્ટમાં રેતીની લીઝની પરવાનગી આપવા બાબતે ગ્રામજનો રોષે ભરાયા છે અને ખાણ ખનીજ વિભાગ અને વહીવટીતંત્ર દ્રારા આજે લીઝમાંથી રેતી કાઢવાની તૈયારીઓ કરતા ગ્રામજનો નર્મદા નદી તરફના રસ્તો રોકીને આંદોલન શરૂ કરી દીધુ છે. લોકોના રોષને પગલે એક ડીવાયએસપી સહિત 110 પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા છે. જોકે ગ્રામજનો પોતાની માંગને લઇને અડગ છે.

રેતી માફિયાઓ અધિકારીઓને ઘોળીને પી ગયાના આક્ષેપો
વારંવાર રજૂઆતો કરવા છતાં રેતી માફિયાઓ આધિકારીઓને ઘોળીને પી ગયા હોય કાયદાની એસી તેસી કરીને પોતાની મનમાની કરે છે, આવા આક્ષેપ સાથે આજે સવારથી જ સિસોદરા ગામના આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ભેગા થયા છે. અને સિસોદ્રાના ગ્રામજનો આઉટપોસ્ટની બહાર એકઠા થઇને ધરણા પર બેસી ગયા છે.
રેતી ખનનથી ગામમાં અને ખેતરોમાં પાણી ઘૂસી જવાની ભિંતી

નાંદોદ તાલુકાનું સિસોદ્રા ગામ નર્મદા નદીના કિનારે આવેલુ છે અને ચોમાસા દરમિયાન નદીના પાણી ગામમાં ઘૂસી આવે છે. જો આ નાના પટ્ટમાંથી રેતી કાઢવામાં આવે તો નદીનું વહેણ બદલાઈ જાય અને લોકોના ઘરોમાં, ખેતરોમાં પાણી આવે ખેતરો ધોવાઇ જાય તેમ છે, જેથી ગામમાં કોઇ લીઝ આપવી નહીં તેવુ નક્કી થયું હતું. વર્ષ 2017માં ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ કરીને ગામમાં રેતીની લીઝ નહીં આપવા ઠરાવ કરાયેલો છે. જેથી રેતીના ખોદકામ બાદ પૂરના પાણી ગામમાં ઘૂસી ન આવે. આગાઉ અનેક વાર લીઝ રદ્દ કરવા બાબતે ગ્રામજનોએ રજૂઆત કરી હતી.
ગ્રામજનો તમામ રીતે આ રેતી ની લીઝનો વિરોધ કરી રહ્યા છે
ગામલોકો સાથે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ સહિત હરનિશ પટેલ, અતુલ પટેલ કિરીટ પટેલ, નિલેશ પટેલ, સહિત આગેવાનો હાજર રહીને અનેક વાર આવેદન આપી રજૂઆત કરી રેલી પણ યોજી હતી. નર્મદા જિલ્લા સેવાસદનમાં ખાણ ખનીજ વિભાગની કચેરીએ હંગામો પણ મચાવ્યો હતો. આટલી રજૂઆતો કરવામાં આવે તો ચોક્કસ પગલાં ભરાય પણ આ કેસનું કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. આ લીઝ લેનારા વગદાર હોય લીઝ છોડવા તૈયાર નથી. જ્યારે ગ્રામજનોને જોખમ હોય ગ્રામજનો આ લીઝ ચાલુ થવા દેવા માંગતા નથી. ત્યારે ફરી સિસોદ્રા ગામે લીઝ ખાતે લોકોએ આંદોલન છેડ્યું છે. હાલ ગ્રામજનો તમામ રીતે આ રેતી ની લીઝનો વિરોધ કરી રહ્યા છે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •