નવસારી: વાંસદા ધારાસભ્ય શ્રી અનંત પટેલે ૧૫૦ જેટલી પ્રર્થામિક શાળા બંધ ન કરવા CM ને લખ્યો પત્ર

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

વાંસદા ધારાસભ્ય અનંત પટેલે ૧૫૦ જેટલી પ્રર્થામિક શાળા બંધ ન કરવા ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપની ને લખ્યો પત્ર.

જેમાં વાંસદા ધારાસભ્ય અનંત પટેલે આ શાળાઓ બંધ થવાથી લોકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડશે તે બાબતો જણાવી છે.

રાજ્યમાં અંદાજે એક હજાર સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાનો અંદાજ

– રાજ્યમાં અંદાજે એક હજાર સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાનો અંદાજ

– 5 નવેમ્બર સુધી તમામ જિલ્લાની માહિતી અભિપ્રાય સાથે શિક્ષણ વિભાગને મોકલવા આદેશ

નવગુજરાત સમય > અમદાવાદ

રાજ્યની ૩૦ કે તેના કરતા ઓછી સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓને મર્જ કરવાનું નક્કી કરાયું છે. જેના ભાગરૂપે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તેમના તાબાની શાળાઓની વિગતો એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમગ્ર રાજ્યમાં અંદાજે આવી એક હજાર જેટલી શાળાઓ છે, જેમાં ૩૦ કરતા ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેથી આ તમામ શાળાઓને નજીકમાં આવેલી અન્ય પ્રાથમિક શાળામાં મર્જ કરવામાં આવશે. 

૨૩ ઓક્ટોબરના રોજ શિક્ષણ વિભાગ દ્વારા એક સેમિનારમાં આ અંગે સુચના અપાયા બાદ મર્જરની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેમાં ૫ નવેમ્બર સુધી રાજ્યના તમામ જિલ્લામાંથી માહિતી એકત્ર કરી સ્પષ્ટ અભિપ્રાય સાથે શિક્ષણ વિભાગને મોકલવામાં આવશે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૩ ઓક્ટોબરના રોજ શિક્ષણ વિભાગના સેમિનારમાં તમામ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સુચના આપી તેમના જિલ્લાની ૩૦ કે તેના કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓને મર્જ કરવાનું નક્કી કરાયું હોય તે અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત આ કાર્યવાહી કરવા માટે સુચના અપાઈ હતી. જેના પગલે પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તેમના જિલ્લામાં આવેલી શાળાઓની માહિતી એકત્ર કરી ૩૦ કે તેના કરતા ઓછી સંખ્યા ધરાવતી શાળાઓની ચકાસણી શરૂ કરાઈ છે. જેમાં શાળાની મુલાકાત બાદ ગામના સરપંચ સાથે ચર્ચા કરી શાળાના મર્જર અંગેનો સ્પષ્ટ અભિપ્રાય આપવા માટે જણાવ્યું છે. રાજ્યમાં જૂનાગઢ જિલ્લામાં આવી ૭૦ શાળાઓ હોવાનું બહાર આવ્યું છે.  

નોંધનીય છે કે, તાજેતરમાં પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને પત્ર લખી શાળાઓની વિગતોની ચકાસણી કરવા માટે આદેશ કર્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા ચાર ક્રાઈટેરિયા મુજબની શાળાઓ નક્કી કરી હતી. જેમાં રાજ્યમાં ધો.6 સુધીની 27 શાળા આવેલી છે. 

જ્યારે ધો.6 અને 7માં 20થી ઓછી સંખ્યા હોય તેવી 7 શાળા, ધો.6થી 8માં 25થી ઓછી સંખ્યા હોય તેવી 17 શાળા અને 100થી ઓછી સંખ્યા હોય તેવી 5172 શાળા હતી. આમ, ચારેય ક્રાઈટેરિયાની મળી કુલ 5223 શાળાને શિક્ષણ વિભાગ દ્વારા નજીકમાં આવેલી અન્ય સ્કૂલમાં મર્જ કરવાની કાર્યવાહી કરાઈ હતી.

2016માં અમદાવાદમાં 24 શાળાઓ મર્જ કરાઈ હતી
અમદાવાદ DPEO દ્વારા 2016માં અમદાવાદ જિલ્લાની 24 શાળાને વહીવટી વ્યવસ્થાના સુચારુ આયોજન કરવાના ભાગરૂપે મર્જ કરવાનું નક્કી કરાયું હતું. જેમાં જિલ્લાની 24 શાળા મર્જ કરાતા નવી 12 શાળા અસ્તિત્વમાં આવી હતી. તે પૈકી 8 શાળા અમદાવાદ શહેરી વિસ્તારની અને 3 શાળા દસક્રોઈ તાલુકામાં આવેલી છે. ઉપરાંત 2 શાળા મર્જ કરી નવી બનાવેલી એક સ્કૂલ ધોલેરા તાલુકામાં આવેલી છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.