CM ભૂપેન્દ્ર પટેલ અને ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કે.કૈલાસનાથન એક દિવસના દિલ્હી પ્રવાસે, PM મોદીની સાથે કરશે મુલાકાત

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર (Gujarat CM Bhupendra Patel ) પટેલ અને ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કે.કૈલાસનાથન એક દિવસનાં દિલ્હી પ્રવાસે (CM on Delhi Visit) છે. સીએમ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લેશે. એક દિવસિય આ પ્રવાસમાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળશે. ગુજરાતમાં પદગ્રહણ કર્યા પછી તેઓ પહેલી વાર પીએમ મોદીને મળી રહ્યા છે.

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યા બાદ, ભૂપેન્દ્ર પટેલને રાજ્યનાં નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. નેતૃત્તવ પરિવર્તન પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે રૂબરૂ મુલાકાત થઇ નથી. દિલ્હીમાં તેઓ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુ તથા ગૃહમંત્રી અમિત શાહની પણ શુભેચ્છા મુલાકાત કરશે.

મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસ અંગે મળતી માહિતી પ્રમાણે, સીએમ ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટથી સીધા ગરવી ગુજરાત ભવન પહોંચશે. જે બાદ સીએમ પટેલ 11 કલાકે પહેલા રાષ્ટ્રપતિ કોવિંદને મળશે. જે બાદ 11.45 કલાકે ઉપરાષ્ટ્રપતિને મળશે. તેઓ 12 વાગે ગૃહમંત્રી અમિત શાહને મળશે.જે બાદ તેઓ બપોરે એક વાગે રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરશે. જે બાદ તેઓ 4.00 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. મુખ્યમંત્રી નવી દિલ્હીથી સોમવારે રાત્રે અમદાવાદ પરત આવશે.

નોંધનીય છે કે, ભૂપેન્દ્ર પટેલે 13મી સપ્ટેમ્બરે રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમના આ સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને શુભેચ્છા આપી હતી. મુખ્યમંત્રીનો ચાર્જ સભાળ્યા પછી એક સપ્તાહમાં તેમની દિલ્હીની આ પહેલી મુલાકાત છે.

ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દી, જાણો

ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ વર્ષ 1995-96,1999-2000, 2004-2006 સુધી મેમનગર પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. 2018થી 2020 સુધી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે. 2010થી 2015 સુધી થલટેજ વોર્ડના કોર્પોરેટર અને એએમસીમાં સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન પદે રહી ચૂક્યા છે. AUDAમાં પણ તેઓ 2015-2017 દરમિયાન રહી ચૂક્યા છે. હાલ તેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.

કોણ છે ભૂપેન્દ્ર પટેલ?

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પૂરું નામ ભૂરેન્દ્ર રજનીકાંત પટેલ છે. તેમનો જન્મ અમદાવાદ ખાતે 15-07-1962ના રોજ થયો હતો. તેમના પત્નીનું નામ હેતલબેન છે. તેઓ કડવા પટેલ છે. ભૂપેન્દ્ર પટેલે ડીપ્લોમા સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે અને વ્યવસાયે બિલ્ડર છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •