ભૂપેશ બઘેલ: NRC લાગુ થશે તો છત્તીસગઢના અડધા લોકો નાગરિકતા સાબિત નહીં કરી શકે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું NRC લાગુ થયા બાદ દેશની જનતાને નોટબંધી વખતે લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું તેવી રીતે પોતાની નાગરિકતા સાબિત કરવા માટે લાઈનો લગાવવી પડશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, ખૂબ જ સાચી વાત છે. જો NRC લાગુ થશે તો લોકોને પોતાની નાગરિકતા સાબિત કરવા માટે લાઈનો લગાવવી પડશે કે તેઓ ભારતીય છે કે નહીં. અને જો કોઈ કારણસર તેઓ પોતાની નાગરિકતા સાબિત ન કરી શક્યા તો તેમની સાથે શું કરવામાં આવશે? 

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે જો દેશમાં NRC લાગુ કરવામાં આવશે તો છત્તીસગઢની અડધા કરતા વધારેની જનતા પોતાની નાગરિકતા સાબિત નહીં કરી શકે. બઘેલે કહ્યું હતું કે મહાત્મા ગાંધીએ વર્ષ 1906માં આફ્રિકામાં અંગ્રેજોના કાયદાનો વિરોધ કર્યો હતો, એકદમ એવી જ રીતે તેઓ પણ NRCનો વિરોધ કરી રહ્યા છે. 

બઘેલે કહ્યું કે, ‘છત્તીસગઢમાં 2,80,00,000 લોકો છે અને તેમાંથી અડધા લોકો પોતાની નાગરિકતા સાબિત નહીં કરી શકે કારણ કે તેમની પાસે જમીનનો કોઈ રેકોર્ડ નથી અને ઘણા લોકો પાસે જમીન જ નથી. તેમના પૂર્વજો પણ અભણ હતા. તેમાંથી ઘણા લોકો અન્ય રાજ્યો અથવા ગામડાઓમાં ચાલ્યા ગયા છે. તેઓ 50-100 વર્ષનો રેકોર્ડ ક્યાંથી લાવશે. જનતા પર આ ખોટું દબાણ નાખવામાં આવી રહ્યું છે. જો ઘૂસણખોરો આ દેશમાં છે તો તેમને પકડવા માટે દેશમાં ઘણી બધી એજન્સીઓ છે. આ રીતે સામાન્ય જનતાને હેરાન નહીં કરીને સરકારે ઘૂસણખોરોને પકડીને તેમના પર જ કાર્યવાહી કરવી જોઈએ.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •