પ્રધાનમંત્રી આવાસ યોજના:વડોદરા 1841 લાભાર્થીઓને ન ભાડુ મળ્યુ ન ઘર આ તે કેવી બેદરકારી? અંબાજી થી ઉમરગામ નું શું થયું હશે?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 • 36 મહિના બાદ પણ પાયો નથી ખોદાયો
 • પ્રધાનમંત્રી આવાસ યોજાના અંતર્ગત આપવાના હતા મકાન
 • પાંચ મહિનાથી ભાડુ પણ નથી અપાયુ

36 મહિના માં મકાન આપવાની બહેધારી આપ્યા બાદ આજે 3 વર્ષ  જેટલો સમય થઈ જવા છતાં લાભાર્થીઓ ને મકાન ન મળતાં આજે વડોદરા પાલિકા ની કચેરી પર સોશીયલ ડિસ્ટન્સ સાથે દેખાવો પીડિતો એ દેખાવ કર્યા હતા. 

વારસિયા સંજયનગર ના 1841 લોકો છેલ્લા ત્રણ વર્ષથી મકાન થી વંચિત

બિલ્ડરે છેલ્લા 5 માસ થી ભાડું પણ ન ચૂકવતાં લોકોની હાલત વધુ કફોડી બની છે, વારસિયા સંજયનગર ના 1841 લોકો છેલ્લા ત્રણ વર્ષથી મકાન થી વંચિત છે, ત્યારે આજે કોરોના સંક્રમણ ની વચ્ચે સોસીયલ ડિસ્ટન્સ જાળવી ને સંજયનગર ના લોકો એ કોર્પોરેશન ખાતે વિરોધ કર્યો હતો, જોકે હજુ સુધી નારાયણ રિયાલટી  અને સાંઈ રુચિ નામના બિલ્ડરોએ 1841 મકાનો બનાવવા ની ઇટ પણ નથી મૂકી ત્યારે જોવાનું એ રહે છે કે લાભાર્થીઓ ને મકાન ક્યારે મળશે, જોકે પી.એમ આવાસ માં 2000 કરોડના કૌભાંડ નો પણ આક્ષેપ લાગી ચુક્યો છે. 

36 મહિનામાં 5 ચેક પેન્ડિંગ છે

સંજયનગરના રહેવાસી અને લાભાર્થી સીમા રાઠોડ VTVને જણાવે છે કે, અમારી હાલત બાય બાય ચારણી જેવી છે. અમારા ઘરોમાંથી 2000 લોકોને રાતો રાત હટાવી દીધી પણ હવે રૂા. 2000 ભાડુ આપવાની વાત હતી તે પણ નથી આપવામાં આવી રહ્યુ. તંત્ર દ્વારા 36 મહિના પહેલા બિલ્ડરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જે અંગે હાલ કોઈ કામ થઈ નથી રહ્યુ. અમે ક્યાં જઈએ?36 મહિના પૂરા થયા છે એટલે ટેન્ડર રદ્દ થાય. વડોદરા મહાનગર પાલિકા કેમ કામ નથી કરતી? કેમ બારોબાર બિલ્ડરને આપી દે છે. 36 મહિનામાં 5 ચેક પેન્ડિંગ છે. બિલ્ડર કહે છે કે મારી પાસે ચેક નથી. એકાઉન્ટમાં ટ્રાન્સફરમાં નથી કરતા ચેક આપવાનું જ કહે છે. વળી ચેક લેવા અમારે ખુદ જવું પડે છે. 

source:

સહેરી વિસ્તારો ની આ હાલત છે તો અંબાજી થી ઉપરગામ આખા આદિવાસી વિસ્તાર માં શું હાલત હશે? એ તો તપાસ નોજ વિષય છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •