ઝધડીયા તાલુકાના તરસાલી ટોટીદરા વિસ્તારમાં ઓવરલોડ ટ્રકો ભરવાના કારણે આર.સી.સી રસ્તાઓ ટુટી જવા પામ્યા, ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા ને લોકોએ કરી રજૂઆત

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ઝધડીયા તાલુકાના તરસાલી ટોટીદરા વિસ્તારમાં વિવિધ રેતી લીઝ ધારકો દ્રારા રેતીની ઓવરલોડ ટ્રકો ભરવાના કારણે ઞામના પાકા આર.સી.સી રસ્તાઓ ટુટી જવા પામ્યા છે, અને તેમને બીજો બાયપાસ રસ્તો બે-ત્રણ મહીનાથી આપવામાં આવ્યો છે પણ તે રસ્તા પર વાહનો આવતા જતા હોવાથી ઞામલોકોએ વિરોધ કર્યો છે.

પરંતુ રાજપારડી ના પી.એસ.આઈ અને પોલીસતંત્ર ઞામલોકોને મદદરૂપ થવાને બદલે રેત માફીયાઓનુ ઉપરાણુ લઈ ને ઞામજનોને ધાકધમકી આપે છે જેનાથી નારાજ થઈ ઞામજનો આજરોજ ભોલાવ સર્કીટ હાઉસ, ભરુચ ખાતે સાંસદ મનસુખ વસાવા ની રૂબરુ મુલાકાત લઈ લેખીતમાં રજુઆત કરી.

ઞામજનોએ ભરૂચ જીલ્લા કલેકટરશ્રીને પણ લેખીત આવેદન પ્રત્ર આપ્યુ છે.

સાંસદ મનસુખ વસાવા એ ઞામજનોને જણાવ્યુ કે હુ હંમેશા રેત માફીયાઓની ઞેરકાનુની પ્રવૃતિ સામે સરકારમાં હંમેશા રજુઆત કરુ છુ તો આ મુદ્દાની પણ સરકારમાં યોઞ્ય જઞ્યા રજુઆત પહોચાડીશ એવી ખાત્રી આપુ છુ

ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા ને રજૂઆત ઝધડીયા તાલુકાના તરસાલી ટોટીદરા વિસ્તારમાં ઓવરલોડ ટ્રકો ભરવાના કારણે આર.સી.સી રસ્તાઓ ટુટી જવા પામ્યા લોકો થયા ત્રાહિમામ,

Image may contain: 1 person, sitting

રાજપારડી થી પસાર થતો અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો રસ્તો પણ આવીજ રીતે ચાલતા બેફામ ઓવર લોડ વાહનોના કારણે બિસ્માર બન્યો છે. પરંતુ ઝગડિયા પંથક માં અધિકારી રાજ અને પ્રજા દુખી છે જે કહે તો કોને કહે..?


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •