RT-PCR રિપોર્ટ નેગેટિવ છતાં હોઈ શકે છે કોરોના, ડોક્ટર્સની ચિંતામાં થયો વધારો

SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

રેપિડ એન્ટીજન ટેસ્ટ અને RT-PCRમાં નેગેટિવ આવ્યા છતાં કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હોઈ શકે છે.

 • RT-PCRમાં નેગેટિવ આવ્યા છતાં કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હોઈ શકે
 • અહીં એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે
 • HRCTમાં તેમના ફેંફસામાં ઈન્ફેક્શન જોવા મળ્યું

રેપિડ એન્ટીજન ટેસ્ટ અને RT-PCRમાં નેગેટિવ રિપોર્ટ આવતા રાહતનો શ્વાસ લેનારાની ચિંતામાં વધારો થયો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ રેપિડ એન્ટીજન ટેસ્ટ(RAT) અને RT-PCR જેને ગોલ્ડ સ્ટાન્ડર્ડની ટેસ્ટિંગ કિટ સમજવામાં આવે છે તેમાં નેગેટિવ આવ્યા છતાં કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હોઈ શકે છે.

HRCTમાં તેમના ફેંફસામાં ઈન્ફેક્શન જોવા મળ્યું

ગુજરાતમાં ડોક્ટર્સની સામે સતત આવા મામલા સામે આવી રહ્યા છે. જ્યાં RT-PCR ટેસ્ટમાં દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે. પરંતુ હાઈ રીજોલ્યૂશન CT (HRCT)માં તેમના ફેંફસામાં ઈન્ફેક્શન જોવા મળ્યું હોય. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાની સ્પીડ ધીમી પડ્યા બાદ એક વાર ફરી મામલામાં તેજી જોવા મળી રહી છે.

અહીં એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે

આ સમસ્યાને જોતા વડોદરા નગર નિગમમાં એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે કે કોવિડના નવા સ્ટ્રેન જરુરી નથી કે RT-PCRમાં પોઝિટિવ જોવા મળે. એ માટે ઈન્સ્યોરન્સ કંપનીઓ અને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર્સને તેની સારવાર કોવિડ સંક્રમિતની જેમ જ કરવી જોઈએ.

HRCT અને લેબ ઈન્વેસ્ટિગેશનમાં સંક્રમણની ફરિયાદ જોવા મળે

એપેડિમિક ડિસીજ એક્ટ અંતર્ગત નગર નિગમને આદેશ જારી કરી કહ્યું કે જો RT-PCRમાં કોઈ વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવે છે પરંતુ HRCT અને લેબ ઈન્વેસ્ટિગેશનમાં સંક્રમણની ફરિયાદ જોવા મળે છે તો દર્દીઓની સારવાર કોવિડના માનીને જ કરવી જોઈએ.

શું કહી રહ્યા છે એક્સપર્ટ ડોક્ટર્સ

વડોદરાની ખાનગી હોસ્પિટલના અસોસિએશન SETUના અધ્યક્ષ ડો. ક્રુતેશ શાહે કહ્યું કે મે અત્યાર સુધી એવા અનેક દર્દી જોયા છે જેમનો RT-PCR નેગેટિવ આવ્યો હોય પણ તેમના રેડિયોલોજિકલ ટેસ્ટથી ખબર પડે કે તેમને દાખલ કરવાની જરુર છે. દર્દીના સીટી સ્કેનના સ્કોર 25માંથી 10 છે. એનો મતલબ છે કે તેમના ફેંફસા પર ખરાબ અસર પહોંચી છે. જ્યારે ઈન્ફેક્શિયલ ડિસીઝ સ્પેશિયલિસ્ટ ડો. હિતેન કરેલિયાએ જણાવ્યું કે તેણે કોવિડ 19ના શંકાસ્પદોને સીટી સ્કેનની જગ્યાએ પહેલા RT-PCR અને પછી એચઆરસીટી ચેસ્ટ અંગે પુછવાનું શરુ કર્યુ. જ્યાં દર્દીઓને ટેસ્ટના થોડાક દિવસો સુધી સીટી સ્કેન પ્રોસેસમાંથી પસાર થવું પડ્યુ. જ્યારે ડો. કરેલિયાએ કહ્યું કે તેઓ અત્યાર સુધી અનેક એવા મામલા જોઈ ચૂક્યા છે જેમાં દર્દીઓમાં કોઈ લક્ષણો ન હોય અને ઈન્ફેકશન ફેંફસામાં ફેલાયું હોય.

નંદ હોસ્પિટલના એમડી ડો. નીરજ ચાવડાએ જણાવ્યું કે RT-PCRની સંવેદનશીલતા 70 ટકા છે. એટલે તેના ખોટા આવવાની શક્યતા 30 ટકા છે. પણ જો સિટી સ્કેનમાં કોવિડ હોવાના પુરાવા મળે છે તો અમે કેટલાક ટેસ્ટ રિપીટ કરીએ છીએ. જે ઘણા સમય ઈન્ફેક્શનની ખાતરી કરે છે. રાજકોટમાં ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ ડો. જયેશ ડોબારિયા કહે છે કે રાજકોટમાં એવા ઘણા મામલા આવ્યા છે જ્યાં કોવિડ 19ની રિપોર્ટ નેગેટિવ આવી બાદમાં સીટી સ્કેનમાં નિમોનિયાની ફરિયાદ આવી. તેવું સેમ્પલિંગ પ્રોસિઝરની લિમિટેશન અને RT-PCRના કારણે થઈ શકે છે. જેનો એક્યૂરેસી રેટ 70 ટકા છે.

Source link


SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares