Sabrkantha: MD ડ્રગ્સનો મામલો, 34 લાખના ડ્રગ્સનુ અમદાવાદ કનેકશન ખૂલ્યુ, આ ડ્રગ્સનો ઉપયોગ આ ‘ખતરનાક’ કામ માટે થાય છે!

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

હાલ તો ડ્રગ્સને લઇને બોલીવુડ ખૂબ જ ચર્ચામાં છે. તેની આડઅસરોને લઇને લોકો પણ ડ્ર્ગ્સ લેનારાઓ સામે ફીટકાર વરસાવાઇ રહ્યો છે. આ દરમ્યાન જ હિંમતનગર (Himmatnagar) ના પીપલોદી નજીક થી એમડી ડ્રગ્સનો ઝથ્થો ઝડપાઇ આવ્યો છે. સાબરકાંઠા (Sabrkantha) SOG ટીમ ને બાતમી મળી હતી. જેને લઇ એક યુવકને પીપલોદી સ્ટેન્ડ નજીક રોકીને તલાશી લેતા તેની પાસેથી આ માદક ઝથ્થો મળી આવ્યો હતો.
જે ઝથ્થાને તે ક્યાં પહોંચાડનાર હતો તે પણ ખૂલ્યુ છે.

પોલીસે બાઇક ચાલક યુવકને ડ્રગ્સના ઝથ્થા સાથે ઝડપી લઇને એ ડીવીઝન પોલીસ મથકે લઇ ગઇ હતી. જ્યાં તેની પૂછપરછ હાથ ધરાઇ હતી. જેમાં તેણે લાંબી પૂછરછ બાદ તે ડ્રગ્સનો ઝથ્થો અમદાવાદ (Ahmedabad) પહોંચાડવાનો હોવાનો ખુલાસો કર્યો હતો. તેની પાસે થી આ ઝથ્થો મેળવવા માટે અમદાવાદનો એક શખ્શ આવનાર હતો. એ પહેલા જ તેને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે હવે અમદાવાદના એ શખ્શની પણ શોધખોળહાથ ધરી છે.

સાબરકાંઠા SP નિરજ બડગુજરે (Niraj Badgujar, IPS) કહ્યુ હતુ કે, આ પ્રકારના ડ્રગ્સને યુવાનોના હાથ લાગતા પહેલા જ અટકવવા જરુરી હોય છે. આ માટેના પ્રયાસમાં આ એક સફળતા હાથ લાગી છે. અમે અને અમારી ટીમો એ ઝથ્થો આપનાર અને લેનાર બંને દિશાઓની તપાસ શરુ કરી દીધી છે. જેથી આ પ્રકારની ચેઇનને તોડવામાટેનો પ્રયાસ થઇ શકે.

રાજસ્થાનના શખ્શે સપ્લાય કર્યો હતો ઝથ્થો

પોલીસે હવે રાજસ્થાનના શખ્શની શોધખોળ હાથ ધરી છે. જે સખ્શે જ આરોપી ઇર્શાદ ઐય્યુબભાઇ પઠાણને ડ્રગ્સનો ઝથ્થો આપ્યો હતો. જે ઝથ્થો અમદાવાદ ના શખ્શને ઇર્શાદ પહોંચાડનાર હતો. આમ ઇર્શાદ એ પેડલરની ભૂમિકામાં હતો. હવે પોલીસે અમદાવાદના શખ્શની તપાસ શરુ કરી છે. જેના મળવા થી પણ પોલીસ સામે અનેક ખુલાસાઓ થશે, તો વળી પોલીસને અમદાવાદનો જે શખ્શ આ ઝથ્થાને લેનાર હતો તેની પણ પોલીસે તપાસ શરુ કરી દીધી છે. આમ પોલીસ અમદાવાદ થઇ રહેલા ડ્રગ્સના નેટવર્કની કડીઓ શોધવા માટે પ્રયાસ શરુ કર્યો છે.

આ કામ માટે ખાસ ઉપયોગ થાય છે MD ડ્રગ્સ

મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સનો ઉપયોગ યુવા વર્ગમાં ખાસ થાય છે. જોકે આ માટેની લત પર લગાવવા માટે નો પ્રયાસ કરાવવામાં આવે છે. યુવાનોમાં એમડી ડ્રગ્સનુ ઉપયોગ વધારે થતો હોય છે. એમડી ડ્રગ્સની ખાસિયત એ છે કે, તેના સેવન બાદ યુવક-યુવતીને કોઇ ટચ કરે તો ખૂબ પસંદ પડે છે. તેમજ સામેનુ પાત્ર ખુશ થાય તો તે પોતે પણ વધુ ખુશ થઇ જાય છે. તેના સેવન બાદમાં શરીરના ફેરફારો ખૂબ જ ઉત્સાહિત રીતના થતા હોય છે. જે સેવન કરનારને ખુશીની અનુભૂતીમાં રાચતા રાખી ગંદકીનો શિકાર બનાવી દેવામાં આવતા હોય છે.

આમ તેના સેવન બાદના લક્ષણોને ધ્યાને રાખીને યુવતીઓને ફસાવવા માટે તેનો ઉપયોગ વધારે થતો હોય છે. જેથી યુવતીઓ યુવકના ટચ ને પસંદ કરે છે અને બાદમાં તેને અવળા માર્ગે વાળી દેવામાં આવે. આ ખતરનાક કામને અટકાવવા માટે ડ્રગ્સના નેટવર્કને તોડવુ એટલે જ જરુરી બની જતુ હોય છે.

આ રીતે ઝડપાયો હતો ઝથ્થો

શનિવારે સાંજે હિંમતનગર ના સાબરડેરી (Sabardary) તરફ જતા પીપલોદી સ્ટેન્ડ પાસે કારના શો રૂમ આગળ એક બાઈક ચાલકને રોક્યો હતો. બાતમીના આધારે પોલીસે આરોપીને તેની તલાશી લીધી હતી. જેની પાસેથી 348.600 ગ્રામ મેફેડ્રોન નામનો માદક પદાર્થ મળી આવ્યો હતો. જેની કિંમત 34.86 લાખ જેટલી અંદાજવામાં આવી રહી છે. મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ નો જથ્થો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્રારા જપ્ત કરવામાં આવ્યો હતો.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •