મતદાન પૂર્ણ થતા જાણો સૌરાષ્ટ્રમાં સરેરાશ કેટલા ટકા મતદાન થયું ?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજકોટ: ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. 8261 બેઠકો માટે 22216 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. આ ચૂંટણીમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તરફથી એક લાખ જેટલાં જવાનો ખડેપગે તૈનાત કરવામાં આવ્યા છે.

•મતદાનની પળેપળની અપડેટ•

•ગોંડલ નગરપાલિકા 5 વાગ્યા સુધીમાં સરેરાશ 46.95 ટકા મતદાન થયું.

•કેશોદ નગરપાલિકાના સવારે 7થી 5 વાગ્યા સુધીમાં 50.29% મતદાન થયું,સૌથી ઓછું વોર્ડ 8માં જ્યારે સૌથી વધુ વોર્ડ 9માં મતદાન નોંધાયું.

•લોધીકા તાલુકા પંચાયતનું 5 વાગ્યા સુધીનું 66.08 ટકા મતદાન નોંધાયું.

•નગરપાલિકા ચૂંટણીના 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા, સુરેન્દ્રનગર 42%,રાજકોટ 45
%,જામનગર 55%,પોરબંદર 39%,જૂનાગઢ 42%,અમરેલી 42%,ભાવનગર 46%,
દેવભૂમિ દ્વારકા 48%,ગીર સોમનાથ 57 ટકા મતદાન નોંધાયું..

•અમરેલી નગરપાલિકામાં અત્યાર સુધીમાં 26 ટકા મતદાન થયું.

•ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાટે અત્યાર સુધીમાં 52.52 ટકા મતદાન થયું.

•રાજકોટના લોધિકા તાલુકાના વડ વાજળી ગામમાં અત્યાર સુધીમાં 65% જેટલું મતદાન થયું.

•4.30 વાગ્યા સુધીમાં રાજ્યની 231 તાલુકા પંચાયતમાં 51.73 ટકા, 31 જિલ્લા પંચાયતમાં 49.92 ટકા અને 81 નગરપાલિકામાં 34.81 ટકા મતદાન થયું.

•રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન ભોજાણીએ મતદાન કર્યુ.

•વેરાવળ તાલુકા પંચાયતની ચૂંટણીનું 4 વાગ્યા સુધીમાં 58.47% મતદાન નોંધાયું.

•પોરબંદર જિલ્લા પંચાયતમાં 4 વાગ્યા સુધીમાં 43% મતદાન નોંધાયું.

•4 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી:નગરપાલિકામાં સરેરાશ 39.95%,જિલ્લા પંચાયતમાં સરેરાશ 40.38 %, તાલુકા પંચાયતમાં સરેરાશ 42.93 % મતદાન થયું.

•લોધીકા તાલુકાના ખીરસરા ગામનું 7થી 3 સુધીનું 51.49 ટકા મતદાન.

•રાજકોટ: લોધીકા તાલુકા પંચાયતનુ સવારે 7થી 3 વાગ્યા સુધીમાં 55.44 ટકા મતદાન નોંધાયું.

•ગોંડલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધી વોર્ડ નંબર 1થી 11માં 37.35 % મતદાન નોંધાયું હતું. સૌથી વધુ વોર્ડ ન. 9માં 43.90 અને ઓછું વોર્ડ ન. 7 માં 30.44 નોંધાયું હતું.

•લોધિકા તાલુકાના હરિપર (તરવડા)ગામ ખાતે 62.63% મતદાન નોંધાયું.

•ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 2 વાગ્યા સુધીમાં 30.46 ટકા મતદાન થયું

• બપોરે 2 વાગ્યા સુધીનુંમાં નગરપાલિકા 31.07 ટકા મતદાન નોંધાયું અને તાલુકા પંચાયતમાં 33.86 ટકા મતદાન નોંધાયું.

•ભેસાણ તાલુકાની 16 બેઠક પર 12થી 2 સુધીનું 38.69 ટકા મતદાન થયું.

• 2 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતોની ચૂંટણીનું સરેરાશ 36 ટકા મતદાન નોંધાયું.

•જેતપુર તાલુકા તેમજ રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી 2021 ફરજ પર હાજર ન રહેતા ચાર કર્મચારીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરતા મુખ્ય ચૂંટણી અધિકારી રામદેવસિંહ ગોહિલ તેમજ TDO એન.ડી.કુગસિયા.

•મોરબી જિલ્લા પંચાયત બેઠક પર 1 વાગ્યા સુધીમાં 41.40 ટકા મતદાન તાલુકા પંચાયત પર 41.36 ટકા મતદાન થયું.

•ઉપલેટા: જિલ્લા/તાલુકા પંચાયત ચૂંટણીઓ 13.00 કલાક સુધીનુ 31.33% મતદાન નોંધાયું.

•ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડમાં 1 વાગ્યા સુધીમાં 26.48 % મતદાન નોંધાયું.

•જેતપુર નગરપાલિકાની નવાગઢ બેઠક પર 1 વાગ્યા સુધીમાં 17.08 % મતદાન નોંધાયું.

•રાજકોટઃ લોધીકામાં જિલ્લા-તાલુકા પંચાયતનું 1 વાગ્યા સુધીમાં 42.90 ટકા મતદાન થયું.

•કેશોદમાં સવારે 7 થી બપોરના 1 વાગ્યા સુધીનું નગર પાલિકા ચૂંટણીનું 30.55% મતદાન સૌથી ઓછું વોર્ડ 5 જયારે સૌથી વધુ વોર્ડ 9માં મતદાન થયુ.

•ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડમાં 7 થી બોપરના 1 વાગ્યા સુધીમાં 25.23% મતદાન

•રાજ્યભરમાં 1 વાગ્યા સુધીમાં સરેરાશ 21.62 ટકા મતદાન નોધાયું.

•ચોંટીલા નગરપાલિકા 6 વોર્ડ માટે 24 બેઠકોનું મતદાન કરવામાં આવી રહ્યું છે. ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પોતાનો કિંમતી મત આપી ફરજ બજાવી હતી. બીજા તબબકામાં 21.46 ટકા મતદાન નોંધાયું.

•ભાવનગર જિલ્લા પંચાયતમાંઅત્યાર સુધીમાં 28.35 ટકા મતદાન નોંધાયું.

•ઉપલેટા તાલુકા પંચાયતની ઢાંક-૨ની બેઠકનું 13.08 ટકા ઓછું મતદાન થયું, જ્યારે મોજીરા બેઠક ઉપર 31.95 ટકા જંગી મતદાન થયું હતું.

•અમરેલી, રાજુલા તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું અત્યાર સુધીમાં 31 ટકા મતદાન થયું.

•ભેસાણ તાલુકા પંચાયત 16 બેઠકની 10થી 12 મતદાન 24.62 ટકા મતદાન નોંધાયું.

•મોરબી જિલ્લાની 5 તાલુકા પંચાયતો મોરબી, ટંકારા, માળીયા, હળવદ અને વાંકાનેરમાં સવારે 7થી 11 વાગ્યા સુધીમાં સરેરાશ 26.44 % મતદાન નોંધાયું છે. તમામ તાલુકા પંચાયતની 101 બેઠકમાં 2,79,275 પુરુષ અને 2,58,231 મહિલા મળી કુલ 5,37,506 મતદારો નોંધાયા છે. જેમાંથી 91,248 પુરુષ અને 50,853 મહિલા મળી કુલ 1,42,101 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

•માળિયા તાલુકા પંચાયતની 16 બેઠકોમાં કુલ 50,525 મતદારો છે. સવારે 11 વાગ્યા સુધીમાં 8566 પુરુષ અને 4607 મહિલાઓ મળી કુલ 13173 મતદારોએ મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ ચાર કલાકમાં અહીં 26.07 % મતદાન નોંધાયું છે.

•ટંકારા તાલુકા પંચાયતની 15 બેઠકો ઉપર કુલ 63,997 મતદારો છે. સવારે 11 વાગ્યા સુધીમાં 10,771 પુરુષ અને 6213 મહિલાઓ મળી કુલ 16,984 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ ચાર કલાકમાં 26.54 % મતદાન નોંધાયું છે.

•વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો ઉપર 1,34,529 મતદારો છે. સવારે 11 વાગ્યા સુધીમાં 23,691 પુરુષ, 14,969 મહિલાઓ મળી કુલ 38,660 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.અહીં પ્રથમ ચાર કલાકમાં 28.74 % મતદાન નોંધાયું છે.

•હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકોમાં કુલ 1,03,024 મતદારો છે. સવારે 11 વાગ્યા સુધીમાં 17,263 પુરુષ અને 8385 મહિલાઓ મળી 25,648 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અહીં પ્રથમ ચાર કલાકમાં 24.90 % મતદાન નોંધાયું છે.

•પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકે ગોંડલના દાસીજીવણ સ્કૂલ ખાથે મતદાન કર્યું હતું.

•ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણીનું અત્યાર સુધીમાં 20.37 ટકા મતદાન થયું.

•કચ્છમાં 18 ટકા મતદાન નોંધાયું.

•સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના મતદાનમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 17 ટકા મતદાન નોંધાયું હતું.

•રાજકોટઃ પડધરી તાલુકામાં સવારે 7થી 11 વાગ્યા સુધીમાં 28.17 ટકા મતદાન થયું.

•ઉપલેટાના ખાખી જાળીયામાં મતદાન ના પ્રારંભે બેલેટ યુનિટ બગડતા નવું મુકાવ્યું.

•લોધીકા જીલ્લા પંચાયત તાલુકા પંચાયત નું 7થી 11 વાગ્યા સુધીનું 28 ટકા મતદાન થયું છે.

•જામરાવલ નગરપાલિકા ચૂંટણીમાં સવારે 7થી 11 વાગ્યા સુધીમાં 16% મતદાન નોંધાયું હતું.

•ગોંડલ નગરપાલિકા મતદાન સમય 7થી 11 દરમિયાન પુરુષ: 17.39%, મહિલાઓ: 11.58% અને ટોટલ: 14.59% મતદાન નોંધાયું હતું.

•મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન આજે સવારે મોકપોલ સમયે ટેક્નિકલ ખામી સર્જાતા જુદા-જુદા દસ સ્થળે ઈવીએમ બદલવા પડ્યા હતાં. જેમાં માળીયા તાલુકા પંચાયતની બગસરા બેઠક, જિલ્લા પંચાયતની ઢૂવા બેઠકના જામસર બુથ ઉપર, રવાપર બેઠકમાં રવાપર બુથ, જેતપર સીટમાં હરીપર બુથ, ઓટાળા બેઠકનું હીરાપર-1 બૂથમાં બે ઈવીએમ, મોરબી તાલુકા પંચાયતમાં ખરેડા બેઠકમાં ખરેડા બુથ, જેતપર ખાતે ૪ નંબરના બૂથમાં, વાંકાનેર નગરપાલિકામાં વિસીપરા કન્યા શાળા અને મોરબી નગર પાલિકામાં વોર્ડ નંબર ૧૦માં મેઘાણીની વાડી બૂથમાં ઈવીએમમાં ખામી સર્જાતા કુલ ૧૦ ઈવીએમ બદલવા પડ્યા હતાં.

•ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણીમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.27 ટકા મતદાન નોંધાયુ અને
ઢાંક-2ની બેઠકનું ૩.૮૫ ટકા ઓછું મતદાન જયારે મોજીરા બેઠક ઉપર 12.9 ટકા જંગી મતદાન થયું હતું.

•દેશામાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલ, રાધણ ગેસ અને ખાતરના વધાતા ભાવને લઈને વિરોધ કરતા વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાઇકલ પર ખાતરની ગુણી લઇને પહોંચ્યા મતદાન કરવા પહોંચ્યા હતાં.

•જૂનાગઢ: ભેંસાણ તાલુકા પંચાયતની 16 બેઠકનું 10 વાગ્યા સુધીમાં 10.33 ટકા મતદાન નોંધાયું.

•ગીર સોમનાથ જિલ્લાની ચાર નગરપાલીકામાં સવારે 7 થી 9 કલાક દરમિયાન 6.41 ટકા મતદાન નોંધાયું હતું.સવારે બે કલાક 7 થી 9 દરમ્યાન થયેલ મતદાનમાં વેરાવળ પાટણ પાલીકામાં 6.39%,ઉના પાલીકામાં 3.90%,સુત્રાપાડા પાલીકામાં 8.85%, તાલાલા પાલીકામાં 7.65% જિલ્લાના પાલીકા વિસ્તારોમાં વહેલી સવારથી મતદારોની લાંબી લાઈનો લાગી છે.

•સવારે 10 વાગ્યા સુધીમાં જિલ્લા-તાલુકા પંચાયતમાં 10.1 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી નગરપાલિકામાં 11 ટકા મતદાન, ભાવનગર: મહુવા નગરપાલિકામાં અત્યાર સુધી 6 ટકા મતદાન,વલ્લભીપુર નપામાં 9 ટકા મતદાન, પોરબંદર
જિલ્લા પંચાયતમાં 2.83 ટકા મતદાન નોંધાયું છે. લોધીકા તાલુકામાં સવારના 7થી 9 સુધીનું 11.9 ટકા થયું મતદાન નોંધાયું.

•જામનગરમાં સવારે 7થી 10 વાગ્યા સુધીમાં સરેરાશ 11 ટકા મતદાન નોંધાયું.

•વીરપુર જલારામ ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. આજ વહેલી સવારેથી નિયત સમયે વિરપુર જલારામ ગામ ખાતે મતદાનનો પ્રારંભ થયું છે. આ પ્રસંગે મતદાન કેન્દ્ર નંબર ૪માં રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ મતદાન કર્યું હતું. તે પ્રસંગની તસ્વીર અને વીરપુરમાં મતદાનમાં મતદારોનું થર્મલ ગનથી ટેમ્પરેચર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે.

•અમરેલી જિલ્લા પંચાયતની ૪ બેઠકો તેમજ રાજુલા તાલુકા પંચાયતની 20 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ.

•ગીર ગઢડાના ધોકડવા ગામે પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલૌધરાએ પરિવાર સાથે મતદાન કર્યુ

•પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરિયાએ મતદાન કરી ભાજપની જીતનો વિશ્વાસ વ્ચક્ત કર્યો

•હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ ખીરસરા ગામ ખાતે મતદાન કર્યું.

• રાજકોટની કોટડાસાંગાણીની કન્યા શાળા ખાતે 90 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું.

• જેતપુરમાં તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી મતદારો મતદાન કરવા પહોંચ્યા હતાં. 120 મતદાન મથકો ઉપર થશે મતદાન,69 મતદાન મથકો સંવેદનશીલ,જેતપુર તાલુકા પંચાયત ની 20 બેઠકો જિલ્લા પંચાયતની 04 બેઠકો,નગરપાલિકની 1 બેઠક માટે મતદાન કરવામાં આવી રહ્યું છે.ભાજપના જિલ્લા પંચાયતના ઉમેદવારે પણ થાણાગાલોળ ગામે કર્યું હતું.

•રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો અને 11 તાલુકા પંચાયતની 202 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. કુલ 586 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વિછીયા કન્યા પ્રાથમિક શાળા નંબર 2 ખાતે સવારે 7 વાગ્યે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે તેમનો પવિત્ર મત આપી મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. આ તકે તેમણે સૌ મતદારોને મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા ખાસ અપીલ કરી હતી.

•રાજકોટ સાંસદ મોહન કુંડારીયાએ મોરબીની નીલકંઠ વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું.સાથે તેમણે તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો પર ભાજપનો કેસરિયો લહેરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતોં.

•ગોંડલ તાલુકા શાળા નંબર 1માં વોર્ડ નં. 6માં evm ખરાબ થયું હતું. ફરી રાબેતા મુજબ મતદાન શરૂ થયું. evmની ટેક્નિકલ ક્ષતિ દૂર કરાઈ, evm બદલવાની જરૂર પડી નહતી.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •