યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશજી મંદિર ૩૧ મી મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ છે.

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

દ્વારકા

યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશજી મંદિર ૩૧ મી મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ છે. પરંતુ ધ્વજા ચડાવવા માટે ૧૦ ભાવિકોને મંદિરમાં પ્રવેશની છુટ દેવસ્થાન સમિતિ દ્વારા અપાતા ભાવિકોમાં આનંદ વ્યાપ્યો છે. 

કોરોના સંક્રમણના પગલે દ્વારકાનું જગત મંદિર હજુ ૩૧ મી મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ છે. દ્વારકાધીશજી મંદિરે રોજની પાંચ ધ્વજાજી ચડાવાય છે. સવારે ૩ તથા બપોર પછી ર ધ્યજાજી ચડાવાય છે. પણ હાલ મંદિર બંધ હોઈ ધ્વજાજીના મનોરથીઓને ધ્વજા ચડાવવા માટે માત્ર તેમના એક ગોરને મંદિરમાં પ્રવેશની છુટ હતી. પરંતુ આ છુટમાં વધારો કરાયો છે. 

દેવસ્થાન સમિતિ દ્વારા મંદિરમાં ધ્વજાજી ચડાવવા માટે ૧૦ ભાવિકોને પ્રવેશની છુટ અપતા ધ્વજાજીના મનોરથીઓમાં અનંદની લાગણી ફેલાઈ છે. જે મનોરથીનો ધ્વજાજી ચડાવવાનો વારો હોય ત્યારે તેમના વતી ૧૦ ભાવિકોને મંદિરમાં પ્રવેશ આપી દર્શનની છુટ અપાશે. 

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •