ગીર-સોમનાથમાં ભાજપના વોટ્સઅપ ગ્રૃપમાં આબરૂના ધજાગરા: આ શું પોસ્ટ કર્યુ કાર્યકર્તાએ?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 • ગીર સોમનાથમાં ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો
 • સનિષ્ઠ કાર્યકર્તા નામના ગ્રુપમાં વીડિયો થયો અપલોડ 
 • પ્રતાપ પરમાર નામના સદસ્યએ કર્યા અપલોડ 

ગીર સોમનાથમાં ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ થતાં ખળભળાટ મચી ગયો હતો. સનિષ્ઠ કાર્યકર્તા નામના ગ્રુપમાં વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. પ્રતાપ પરમાર નામના સદસ્યએ અશ્લીલ વીડિયો અપલોડ કર્યો હતો. 

  વોટ્સપએપ ગ્રુપમાં જિ.પંચાયત અને નગરપાલિકાના મહિલા સદસ્યો પણ હતા. અશ્લીલ વીડિયોના પગલે ગ્રુપમાં હોબાળો  થયો હતો. અનેક મહિલા મેમ્બરો ધડા ધડ ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા હતા. 

અશ્લીલ વીડિયો પોસ્ટ થતાની સાથે જ મહિલા મેમ્બરો કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના ગૃપમાંથી લેફ્ટ થઈ ગયા હતા કારણ કે, કાર્યકર્તાઓના ગ્રૃપમાં આવો બિભત્સ વીડિયો પોસ્ટ થતા મહિલા અને પુરૂષ તમામ મેમ્બરો ક્ષોભ મૂકાયા હતા. જો કે બાદમાં વીડિયો પોસ્ટ કરનાર મેમ્બરની ગ્રૃપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો આ વોટ્સેપ પોસ્ટ વાયરલ થઈ ચુકી હતી. 

source


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •