ચીખલી પોલીસ સ્ટેશનમાં બે શંકમંદ આરોપીઓએ કરી આત્મહત્યા, અધિકારીઓ દોડતા થયા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ચીખલી પોલીસ સ્ટેશન માં અત્યંત ચોંકાવનારી એક ઘટના બની છે, જેમાં નવસારીના ઉપરી પોલીસ અધિકારીઓ પણ દોડતા થયા છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં બે શંકાસ્પદ આરોપીઓએ એકસાથ ગળેફાંસો ખાઈ આત્મહત્યા (custodial death) કરી લેતા ચકચાર મચી ગઈ છે. બંને આરોપીઓને ચોરીના ગુનામાં પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ચીખલી પોલીસ સ્ટેશનમાં પોલીસ સુનીલ પવાર (ઉંમર 19 વર્ષ) અને રવિ જાદવ નામના બે આરોપીઓને ચોરીના ગુનામાં લઈ આવી હતી. બંનેને મિલકત સંબંધી ગુનામાં પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. પરંતુ આજે સવારે પાંચ વાગ્યાની આસપાસ બંને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટના મામલે પોલીસ દોડતી થઈ હતી.  

બંને આરોપીઓને ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડા સહિત dysp અને ડેપ્યુટી કલેક્ટર ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કસ્ટોડિયલ ડેથ મામલે પોલીસની કામગીરી પર અનેક સવાલો પેદા થઈ રહ્યાં છે. 

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •