‘નરેન્દ્ર મોદી ઉભાં થાય તો સિંહ જેવાં ને રાહુલ ગાંધી ગલૂડિયાં જેવાં’: ગણપત વસાવા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

હાલમાં સમગ્ર જગ્યાએ લોકસભા ચૂંટણીનો માહોલ લોકોમાં તેમજ રાજકારણમાં જોવાં મળી રહ્યો છે. ત્યારે મહત્વનું છે કે એવામાં નર્મદાનાં ડેડિયાપાડામાં મંત્રી ગણપત વસાવાએ આપેલાં એક વિવાદાસ્પદ નિવેદને રાજકારણમાં ઉગ્ર ગરમાવો જોવાં મળી રહ્યો છે.

નર્મદામાં મંત્રી ગણપત વસાવાનાં વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકારણમાં ઉગ્ર ગરમાવો જોવાં મળ્યો છે. એક કાર્યક્રમ દરમ્યાન તેમણે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, ‘નરેન્દ્ર મોદી ઉભાં થાય તો શેર ઉભો થયો તેમ દેખાય છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉભા થાય તો ગલુડિયું ઉભું થાય તેવું લાગે. સાથે જ તેમણે જણાવ્યું કે, તેઓ પાકિસ્તાનવાળાં રોટલી આપે તો પૂંછડી પટપટાવે છે. જેને પાકિસ્તાનવાળાં એક રોટલી નાખી દે તો પણ ચાલી જાય અને ચીનવાળાં એક રોટલી નાખી દે તો પણ ચાલ્યાં જાય.

ઉલ્લેખનીય છે કે ડેડિયાપાડા ખાતે ભરૂચ લોકસભાની બેઠકની ભાજપની આજે જાહેરસભા હતી. જેમાં મંત્રી ગણપત વસાવા, મનસુખ વસાવા પણ હાજર હતાં. ત્યારે એવામાં તેઓએ જાહેરસભામાં આપેલાં નિવેદનમાં રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતી વેળાએ આપેલાં વિવાદાસ્પદ નિવેદનને લઇને રાજકારણમાં ઉગ્ર ગરમાવો જોવાં મળી રહ્યો છે. ત્યારે જોઇએ કે મંત્રી ગણપત વસાવા આખરે આ જાહેરસભામાં રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરે છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •