આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડીયા ભરૂચમાં : આડકતરી રીતે મોદી – શાહને સમર્થન આપી કહ્યું મોદી શાહ આગે બઢો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડીયાએ ભરૂચની મુલાકાત દરમ્યાન ફોન ટેપિંગ થી લઈ ગૌ હત્યા,લવ જેહાદ અને ધર્માતરણ મુદ્દે નિવેદન  આપતા  સરકારે કડક કાયદો બનાવે તેવી માંગ કરવા સાથે આડકતરી રીતે મોદી શાહને સમર્થન કરતા મોદી શાહ આગે બઢો કહ્યું હતું.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ.પ્રવિણભાઈ તોગડિયા ભરૂચની ઓપચારીક મુલાકાતે આવતા ઝાડેશ્વર ચોકડી ખાતે કાર્યકરો અને સમર્થકો દ્વારા ડૉ.પ્રવિણ તોગડીયા અને ટીમનું પુષ્પોનો વરસાદ વરસાવી ભવ્ય સ્વાગત કર્યું હતું.ત્યાર બાદ ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ ચિંતાનાથ મહાદેવ મંદિરના દર્શન કરી નવનિર્માણ પામેલ પાંચદૈવી મંદિરના દર્શન કર્યા કર્યા હતા. આંતરરાષ્ટ્રીય બજરંગ દળના ભરૂચ પ્રમુખ જશવંત ગોહિલના ઘરે એક પત્રકાર પરિષદ યોજી હતી.જેમાં તેઓએ હાલમાં ચાલી રહેલ ધર્માંતરણ, ગૌ સુરક્ષા, મહિલા સુરક્ષા ઉપર કડક  કાયદા કરવામાં આવે તેવી વાત પણ કરી હતી.૫૦ વર્ષથી દેશ માટે કામ કરતા દેશપ્રેમીના ફોન ટેપ કરવાની જરુરત નથી પણ દેશદ્રોહીઓના ફોન ટેપ કરવા જોઈએ. હું અને ગૃહમંત્રી અમિત શાહના ફોન રેકોર્ડ કાઢો તો ૧૦૦૦ કલાકથી વધુ ફોન રેકોર્ડ છે પણ અમારા ફોન રેકોર્ડ કરી શુ બહાર લાવવાના હતા અમે તો જે વિચારીએ તે જ બોલીએ છીએ.મારા ફોન રેકોર્ડમાં કશું બહાર આવવાનું નથી જેથી આવા કોલ રેકોર્ડિંગ મને કોઈ તકલીફ નથી. વર્ષ ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મોદી સરકાર ભવ્ય વિજય પ્રાપ્ત કરશે.બીજી તરફ ડૉ.પ્રવિણ તોગડીયાએ નિવેદન આપ્યું હતું કે, “મોદી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે.” જોકે આ નિવેદનથી ડૉ.પ્રવિણ તોગડીયાએ ભાજપને આડકતરી રીતે સમર્થન આપ્યું હતું. 

ત્યાર બાદ આ.હિ.પ.ના આગેવાન વી.પી.મિશ્રા,દક્ષિણ પ્રાંતના પ્રમુખ સેજલ દેસાઈ તેમજ લિબુ છાપડી વિસ્તારના સંજય વસાવાના ઘરે શુભેચ્છા મુલાકત દરમ્યાન તેઓનું ઢોલ નગારા અને આતશબાજી સહિત જયકાર સાથે ફૂલો ની વર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •