આસામના સાંસદ નબા કુમાર સારાનીયા ઝઘડિયા અને દેડિયાપાડા ના ધારાસભ્યની શુભેચ્છા મૂલાકાતે આવ્યા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગુજરાત સહિત દેશભરના આદિવાસી વિસ્તારો ની સમસ્યા ની જાણકારી મેળવી સરકારમાં રજૂઆત કરાશે.

ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજ હકક અધિકારની લડત ચલાવતા ધારાસભ્યો સંસદસભ્યોને મળી ગુજરાત રાજ્ય સરકારમાં પ્રશ્નો બાબતે રજૂઆત કરશે.
આસામના કોકરાઝાર વિસ્તારમાંથી સતત બીજી વખત સાંસદ તરીકે અપક્ષ ચૂંટાયેલા નબાકુમાર સારાનીયા આજરોજ ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા તથા દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાની શુભેચ્છા મુલાકાતે તેમના નિવાસસ્થાન ઝઘડિયા તાલુકાના માલજીપુરા ખાતે આવ્યા હતા. આસામના સાંસદની ગુજરાત મુલાકાત પાછળ નો મર્મ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓના હક અને અધિકાર માટે તથા આદિવાસીઓના પ્રશ્નો બાબતે જાણકારી મેળવવા અને આદિવાસી સાંસદ ધારાસભ્યોની શુભેચ્છા મુલાકાત કરી આદિવાસીઓના પ્રશ્નો બાબતે તેમના બંધારણીય હક મળે તેવા હેતુસર એજન્ડા બનાવી તેની રજૂઆત રાજ્ય સરકારને કરવા ની વાત તેમણે કરી હતી.

દેશભરમાં જે આદિવાસીઓના હક માટે લડે છે તેના પર સરકારી મશીનરીનો દુરૂપયોગ કરી કેસો થાય છે તે થવા જોઈએ નહીં. દેશમાં લોકશાહી છે અને તમામને જીવવાનો અને તેમના હક માટે લડવાનો અધિકાર બંધારણે આપ્યો છે. શાસક પક્ષ દ્વારા સંવિધાનનો અમલ કરવામાં આવતો નથી. એસસી એસટી ઓબીસી સંવિધાન મુજબ મળેલ હકની અમલવારી સરકાર દ્વારા કરાવી જોઈએ. આદિવાસીઓને સંવિધાને જે અધિકાર આપ્યા છે તેનો અમલ થવો જોઈએ. ગુજરાતના આદિવાસીઓની સમસ્યા છે જે અમો અહીંના આદિવાસી સાંસદ આદિવાસી ધારાસભ્યો સાથે ચર્ચા કરીશું અને દિશા નક્કી કરીશું ત્યારબાદ એજન્ડા પ્રમાણે આદિવાસીઓના હક માટે લડત ચલાવીશુ. દેશમાં લોકોને રોજગારી સાથે સાથે સુખાકારી પણ મળવી જોઈએ. ગુજરાતના આદિવાસીઓની જે સમસ્યા છે તે સરકાર ચાહે તો એક મિનિટમાં ઠીક કરી શકે છે પરંતુ તેમ તે કરતા નથી તે બાબતે પણ સ્ટેટ ગવર્મેન્ટ ને રજૂઆત કરવાની વાત તેમને જણાવી હતી. ટ્રાયબલ વિસ્તારની ગ્રાન્ટ આવે છે તે તેની જગ્યાએ વપરાવી જોઈએ. ગુજરાતમાં આદિવાસી ઘણાં સંગઠનો તેમના હક્ક અને અધિકાર માટે લડે છે પરંતુ તેઓ અલગ અલગ પોતાની રીતે લડે છે જે બધાને એક થઈ  ટાર્ગેટ ફિક્સ કરી આદિવાસીઓના હક માટે લડીશુ.  અમારી પાસે ગાંધીજી આંબેડકર અને બીરસા મુંડા જેવા મહાનુભાવના બનાવેલા રસ્તાઓ છે જેનો અમે હથિયાર તરીકે ઉપયોગ કરી આગળ વધીશુ. લોકોનું માનવું છે કે ટ્રાયબલ ને બહુ મળ્યું છે પરંતુ તે તેમની ગલતફેમી છે આદિવાસીઓને જે મળ્યું છે તેજ હજી તો નથી મળ્યું. દેશમાં આદિવાસી ખેડુત વેપારી તમામ લોકોની હાલત ખરાબ છે. જે માટે અમે સૌ ભેગા થઈ એસી એસટી ઓબીસી માટે લડત ચલાવીશુ. આગામી લોકસભાની ચૂંટણી બાબતે તેમણે જણાવ્યું હતું કે હાલનો સમય એલાયન્સ નો છે. વર્તમાન શાસક પક્ષો પાસે પણ ૪૦થી વધારે પક્ષોનો ટેકો છે, જ્યારે અમે તો આદિવાસીઓ એક પરિવારના છીએ ફક્ત હમારે સંગઠિત થવાનું છે સંગઠિત થઈ એજન્ડા નક્કી કરી આદિવાસીઓને મળેલા બંધારણીય હક માટે લડત ચલાવીશુ તેમ તેમણે જણાવ્યું હતું.આદિવાસીઓનો ઇતિહાસ નવી રીતે ભવિષ્યમાં લખાશે તેમ જણાવ્યું હતું.

આસામના સાંસદની  શુભેચ્છા મુલાકાત બાબતે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યું હતું કે નબા કુમાર જે ગુજરાતના ટ્રાયબલ વિસ્તારની મુલાકાતે આવ્યા છે અને એમણે ગુજરાતના આદિવાસીઓની પરિસ્થિતિ નિહાળી છે અને સંગઠિત થઈ આદિવાસીઓના હક અને બંધારણ માટે લડત ચલાવવાની વાત કરી છે એમનું સ્વાગત કરું છું તેમ જણાવ્યું હતું.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •