ગણેશ સુગર ફેકટરીની પરિસ્થિતિ વધુ વણસી : શેરડી કાપણીના મજુરને સુગર બંધ થયાને બે માસથી વધુ સમય વિત્યા બાદ પણ કરોડો રૂપીયાની મજુરી ચુકવણી કરી નથી.

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સુગરના ખેડૂત સભાસદોના બીજા હપ્તા ચુકવણીનુ પણ ધુધળુ ભવિષ્ય! 

સુગરના અઢાર સભાસદો પૈકી ચાર સભાસદોએ ચિંતા વ્યક્ત કરી ખાંડ નિયામકને મજુરોની મજુરી તથા સભાસદોના શેરડીના બીજા હપ્તાની ચૂકવણી માટે મેઈલ કર્યા. 

ગણેશ સુગરના વહીવટકર્તાઓની બેદરકારીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે.ગણેશ સુગરના કથિત ભ્રષ્ટાચાર સામે ગણેશ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા પ્રાંત અધિકારી થી લઈ ખાંડ નિયામક મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી હતી.જેના પગલે ખાંડ નિયામક દ્વારા ચોકસી અધિકારીની નિમણૂક કરી તપાસ હાથ ધરી હતી જેમાં કેટલાક મુદ્દાઓમાં ગણેશ સુગરના વહીવટ કર્તાઓને બેદરકારી સામે આવી હતી.હાલમાં ગણેશ સુગરની પીલાણ સીઝન પૂરી થયાને બે માસ કરતા વધુ સમય વિત્યા છતાં પણ ગણેશ સુગરના મજૂરોને તેમની મજુરી નહીં ચૂકવાતા તથા ખેડૂત સભાસદોના શેરડીના પાકના બીજા હતાની ચુકવણી બાબતે ગણેશ સુગરના ચાર ડિરેક્ટરો હેતલભાઈ રમણભાઈ પટેલ, પ્રતાપસિંહ માટીયેડા,ધર્મેન્દ્રસિંહ હરિસિંહ મહીડા, સુરેન્દ્રસિંહ છત્રસિંહ પરમારે ખાંડ નિયામક ગાંધીનગરને મેઈલ કરી એક આવેદનપત્ર પાઠવ્યું છે.જેમાં તેમણે જણાવ્યું છે કે ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી વટારીઆની સંસ્થાનાં વર્તમાન ડીરેકટરોની વિનંતી છે કે શુગર બંધ થઈ ને ૭૦ દિવસ થવાં છતાં શેરડી કાપણી કરનાર ગરીબ મજૂરોનું પેમેન્ટ જે માતબર રકમ લગભગ ચાર કરોડ જેટલુ આજદિન સુધી બાકી પડે છે.મજુર મુકાદમોને વાયદા પર વાયદા કરી આવતી સાલ મજુરોની તંગી ઉભી થાય મજુરો શેરડી કાપણી માટે ન આવે તેવો વહીવટ હાલ થઈ રહેલ છે.જેથી ગરીબ મજુરોએ ઘણી વિનંતી કરી છતા આજ દિન સુધી મજુરો નુ મહેનતાણુ ચુકવેલ નથી. હાલમાં કોવિડ-૧૯ ની મહામારી ચાલે છે તથા હવે ચોમાસું પણ નજીક હોય અને હાલમાં વાવાઝોડું પણ આવી ગયું એમાં ઘણું નુકસાન ખેડૂતોને થયેલ છે એવાં સંજોગોમાં ખેડૂત સભાસદોને બીજા હપ્તાની રકમ તાકીદે મળે.અન્ય સંસ્થાઓ દ્વારા પેમેન્ટ આપવાની તારીખ જાહેર કરી દીધેલ હોય ગણેશ સુગર દ્વારા ખેડૂત સભાસદોને બીજા હપ્તાની ચુકવણીની તારીખ આજદીન સુધી જાહેર કરેલ નથી.હાલના વહીવટકર્તાઓ મનમાની મુજબનુ વર્તન કરી રહેલ છે.સંસ્થા માં ખાંડ નિયામક પણ સરકારનાં પ્રતિનિધિ તરીકે બોર્ડમાં છે ત્યારે તેમની પણ વિશેષ જવાબદારી સંસ્થા તથા ખેડૂતોનાં હીતમાં બનતી હોય છે.જેથી તાકીદે મજૂરોને તેઓની નિકળતી રકમ મળે અને મોટાં ભાગની સુગરોએ બીજા હપ્તાની ચૂકવણું કરવાની જાહેરાત કરી દીધી છે તો ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી વટારીઆનાં સંચાલકો સાથે પરામર્શ કરી તાકીદે યોગ્ય કરવા વિનંતી કરી છે.ગણેશ સુગરના ડિરેક્ટરોએ નકલ રવાના ઈન્ચાર્જ ચેરમેન ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી વટારીઆ, સ્ટેટ રજીસ્ટ્રાર ગાંધીનગર, જીલ્લા રજીસ્ટ્રાર ભરૂચ,સહકાર સચિવ ગાંધીનગરને મોકલી છે.વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે તા.૪.૫.૨૧ નાં રોજ કીસાનસંઘ મારફતે ઇમેલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ પણ આજદિન સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. 

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •