ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

SHARE WITH LOVE

ભરૂચ જિલ્લામાં તા.૦૧/૦૪/૨૦૨૦ થી તા.૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં મુદ્દત પૂર્ણ થતી કુલ-૪૮૩ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ સરપંચ/વોર્ડ બેઠકોની પેટા ચૂંટણી તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ યોજાનાર છે.જેના અનુસંધાને ચૂંટણી કામગીરી માટે અલગ અલગ કચેરીના અધિકારીઓને ચૂંટણીલક્ષી કામગીરી માટે નિમવામાં આવેલ નોડલ અધિકારીઓ, રાજ્ય ચૂંટણી આયોગના અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓ તથા મામલતદારઓ સાથે કલેક્ટર કચેરીના વી.સી. રૂમમાં બેઠક યોજાઈ હતી.બેઠકમાં કલેક્ટરે ગ્રામ પંચાયતોની ચૂંટણી મુક્ત, ન્યાયી, સુચારૂં, નિષ્પક્ષ અને સફળ રીતે યોજાય તે માટે ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ ઉપરાંત રાજ્ય ચૂંટણી આયોગ ધ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટાચૂંટણી બેલેટ પેપરથી યોજાવાની હોઈ અધિકારીઓ તથા કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા સાથે ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. 

બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાયોજના વહીવટદાર અસારી, ડી.આર.ડી.એ.ના નિયામક સી.વી.લતા, પ્રાંત અધિકારીઓ, ચૂંટણીતંત્ર સાથે સંકળાયેલા નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.    

Source:


SHARE WITH LOVE