ઝઘડિયા તાલુકામાં મોબાઈલ એમ્બ્યુલન્સની ત્રાલસા ની સંસ્થાને ફાળવણી, ઝગડિયા,વાલિયા અને નેત્રંગ તાલુકાને શું ફાયદો!

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

ઝઘડિયા તાલુકામાં મોબાઈલ એમ્બ્યુલન્સની ત્રાલસા ની સંસ્થાને ફાળવણી, ઝગડિયા,વાલિયા અને નેત્રંગ તાલુકાને શું ફાયદો!

ઝઘડિયાની આરતી ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી અસ્મિતા વિકાસ કેન્દ્ર (ત્રાલસા) દ્વારા તેનું સંચાલન થઈ રહેલ છે. તો સ્થાનિક લોકોમાં ચર્ચા નો વિષય બન્યો છે કે ભરૂચ જીલ્લાના સૌથી અનુભવી અને સૌના માર્ગ દર્શક એવા સંસદ શ્રી મનસુખભાઈ વસાવા એ  ત્રાલસા ની સંસ્થાને સહયોગ કર્યો છે પરંતુ તેનો ઝગડિયા,વાલિયા અને નેત્રંગ તાલુકાને શું લાભ થશે? લોકોમાં એ પણ જાણવાની ઉત્સુક તા છે કે  ત્રાલસા ની સંસ્થાને જયારે ભેટ રૂપે એમ્યુલન્સ  મળી રહી છે ત્યારે ઝગડિયા તાલુકામાં એ ભેટનું વિતરણ શા માટે?

આ પ્રસંગે ભરૂચ જીલ્લા સંસદશ્રી મનસુખ વસવા સાથે પૂર્વ રાજ્યસભા સાંસદ તથા પૂર્વ પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમાર, પ્રદેશ મહિલા મોરચા કારોબારી સભ્ય શ્રી રશ્મિબેન વસાવા, ધારીખેડા સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન શ્રી અજયસિંહ પરમાર, અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના ટ્રસ્ટીશ્રી યશવંતભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી મગનભાઈ હનીયા, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી સમીરભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, આરતી ઈન્ડસ્ટ્રીઝના એચ.આર.શ્રી પ્રણવભાઈ ભટ્ટ, અલ્કેશભાઇ રાણા, જિલ્લા ઉપ પ્રમુખશ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન વસાવા, ઉપપ્રમુખશ્રી પ્રકાશભાઈ દેસાઈ, તાલુકા પંચાયત કારોબારી સભ્યશ્રી રીતેશભાઈ વસાવા, ઝઘડીયા તાલુકા પ્રમુખશ્રી અતુલભાઈ પટેલ, મહામંત્રી શ્રી કેતવભાઈ દેસાઈ, ભુપેન્દ્રસિંહ રાઠોડ તથા કાર્યકરો હાજર રહ્યા હતા.

ઝઘડિયા જીઆઈડીસીની આરતી ઈન્ડસ્ટ્રીઝના સંપૂર્ણ આર્થિક સહયોગ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર (ત્રાલસા) નામની સંસ્થા દ્વારા મોબાઈલ ડેન્ટલ ક્લિનિક નું સંચાલન થઈ રહેલ છે. આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટ માંથી મોબાઈલ માટે એમ્બ્યુલન્સ આપવામાં આવેલ છે જેનો લોકાર્પણનો કાર્યક્રમ આજરોજ ઝઘડિયા ખાતે થયો હતો. આ કાર્યક્રમમાં આરતી ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ હેડ પ્રણવભાઈ ભટ્ટ ઝઘડિયાના કોર્પોરેટ અલ્કેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે બે દિવસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં વાગરા તાલુકામાં સાત હજાર જેટલા દાંત ના દર્દીઓને આ સંસ્થા દ્વારા સેવાનો લાભ આપેલ છે. આ તમામ સેવા મફતમાં આપવામાં આવે છે અને તમામ ખર્ચ આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવે છે જેનું સંચાલન અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •