ઝઘડિયા ના ગોવાલી ગામે નર્મદા કિનારા કોસ્ટલ રિઝર્વ ઝોન વિસ્તાર માંથી બેરોકટોક ચાલતો રેતીનો ધંધો !

SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

કોસ્ટલ રિઝર્વ ઝોન માંથી રેતી ચોરી કરી જ્યાં ખનીજ ખતમ થયુ છે તેવી લીઝની રોયલ્ટી ઇશ્યુ કરી રેતી વહન કરવામાં આવતી હોવાનુ ગ્રામજનો દ્વારા જણાવાયુ. 

ગેરકાયદેસર રીતે નર્મદા કાંઠે થી રેતી વહન કરવામાં આવે છે તેના કારણે ગોવાલીની સીમમાં આવેલા ખેતરોના ઉભા પાકને પણ ધુળ ઉડવાના કારણે મોટુ નુકશાન થઈ રહ્યું છે.

ઝઘડીયા તાલુકાના નર્મદા નદી વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી,રોયલ્ટી ચોરી કરી, ઓવરલોડ રેતી વહન કરવામાં આવતી હોવાની વારંવારની ફરિયાદો ઊઠવા છતાં પણ જવાબદાર ઝઘડીયા તાલુકા તથા ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે.આવું જ એક રેતી ખનન નું કૌભાંડ ગોવાલી ગામના કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી રેતી ખનન કરી વહન કરવામાં આવતું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના નર્મદા કિનારે વહીવટી તંત્ર દ્વારા કેટલાક વિસ્તારને કોસ્ટલ રિઝર્વ ઝોન જાહેર કર્યો છે.જેથી આ રિઝર્વ ઝોન માં કોઈપણ પ્રકારની ખનીજની ખનન પક્રિયા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે તેમ છતાં ગોવાલી ગામના રેતી માફિયાઓ દ્વારા રિઝર્વ ઝોન માંથી પણ રેતી ખનન કરી ઓવરલોડ વહન કરવામાં આવે છે.ગોવાલી ના કોસ્ટલ રીઝર્વ ઝોનમાં રેતી ખનન કરી અન્ય ગોવાલી ગામની જ લીઝ જ્યાં રેતી ખતમ થઈ ગઈ છે તેવી લીઝની રોયલ્ટી ઈસ્યુ કરી કોસ્ટલ ઝોનની રેતી વહન કરવામાં આવે છે.દિવસની હજારો મેટ્રિક ટન રેતી આ રીતે વહન કરવામાં આવતા રેતી માફીયાઓ ગંભીર ગુનાહિત કૃત્ય કરી રહ્યા છે તથા સરકારી તિજોરી પણ મોટું નુકસાન‌કરી રહ્યા છે,ઉપરાંત પર્યાવરણ ને નુકસાન પહોચી રહયુ છે.નર્મદા કિનારેથી મોટા હાઇવા દ્વારા રેતી વહન કરવામાં આવતી હોય ખૂબ મોટી માત્રામાં ધૂળ ઉડે છે જેથી નર્મદા કિનારાના રસ્તા પર આવેલા ખેતરમાં વાવેતર કરેલા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થાય છે. સ્થાનિક ગ્રામ પંચાયત તથા જવાબદાર વિભાગને પણ આ બાબતની જાણ હોવા પછી આંખ આડા કાન કરવામાં આવે છે ગોવાલી ગામના કોસ્ટલ રિઝર્વ ઝોન માંથી ગેરકાયદેસર રીતે ખોટી રોયલ્ટી ઇશ્યુ કરી વહન કરવામાં આવતી રેતીનો ધંધો તાત્કાલિક અસરથી બંધ થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Source:


SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares