ઝઘડિયા મામલતદાર સહીત સાત કર્મચારી સ્ટાફને કોરોના પોઝેટીવ : આગામી ૩૦ એપ્રિલ સુધી ઝઘડિયા મામલતદાર કચેરી બંધ.

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

તાલુકામાં કોરોનાની વકરતી જતી ગંભીર પરિસ્થિતિ ૧૭ દિવસમાં ૧૬૩ કેસના સરકારી આંકડા : ૧૩ દિવસમાં ૨૪૯૧ આરટીપીસીઆર અને એનટીજીન કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.

ઝઘડિયા સેવા સદન,તાલુકા પંચાયત, એસટી ડેપો સહીત ઝઘડિયાની બેંકોના સ્ટાફને કોરોના પોઝિટિવ આવ્યો છે.

ઝઘડિયા તાલુકામાં આવેલા ભાલોદ,પાણેથા,રાજપારડી, ગોવાલી,ધારોલી,જેસપોર,ઝઘડિયા અને પડવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગામોમાં દિવસે દિવસે કોરોનાના લક્ષણો વાળા દર્દીઓ માં બેફામ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ઝઘડિયા,રાજપાડી તથા ઉમલ્લા માં કે જ્યાં ગામડાના લોકો તેમના કામ અર્થે તથા ખરીદી અર્થે આવતા હોય છે તેવા આ ત્રણ નગરોમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.ઝઘડિયા સેવાસદન,તાલુકા પંચાયત કચેરી, એસટી ડેપો તથા રાષ્ટ્રીયકૃત બેંકોના સ્ટાફને કોરોના પોઝિટિવ આવી ચૂક્યો છે.ત્યારે દિવસે દિવસે ઝઘડિયામાં પણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.ઝઘડિયાના મામલતદાર જે.એ.રાજવંશી સહીત સાત કર્મચારી સ્ટાફને કોરોના પોઝેટીવ આવ્યા છે. આગામી ૩૦ તારીખ સુધી અગત્ય ના કામ સિવાય ઝઘડિયા મામલતદાર કચેરી બંધ કરવામાં આવી છે. ઝઘડિયા તાલુકામાં આવેલા પીએચસી સેન્ટર દ્વારા રોજેરોજ ૧૦૦ થી વધુ અલગ અલગ પ્રકારના કોરોના ટેસ્ટ કરવામાં આવતા હોય આંકડાઓ વધી રહ્યા છે.  સ્થાનિક નાગરિકોની રજૂઆતો બાદ ઝઘડિયા એપીએમસી ખાતે યોજાતી સોમવારી બજાર હાલ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવી છે.ઝઘડિયા ગ્રામ પંચાયત દ્વારા નાના મોટા વેપારીઓ ને વિનંતી કરવામાં આવી છે કે હાલની કોરોના મહામારી ને લઇ વેપારીઓ તેમના રોજગાર ધંધા સવારે સાત થી બપોરના બે વાગ્યા સુધી જ ચાલુ રાખે.હાલમાં ઝઘડિયા ગામમાં ત્રણ દિવસ નુ લોકડાઉન ચાલી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના આઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા ૧૭ દિવસમાં ૧૬૩ જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ સરકારી રેકર્ડ પર નોંધાયા છે.૧૩ દિવસમાં ૨૪૯૧ આરટીપીસીઆર અને એનટીજીન કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •