ઝઘડિયા : માસ્કના નામે પોલીસ તંત્ર દ્વારા નિર્દોષ અને અસહાય લોકો પાસેથી દંડ વસૂલ કરાતા છોટુ વસાવાનો મુખ્યમંત્રીને પત્ર

SHARE WITH LOVE
 • 100
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  100
  Shares

ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી તાત્કાલિક ધોરણે કોરોના મહામારી દરમિયાન માસ્ક ના નામે તથા અન્ય કારણોસર પોલીસ દંડ વસૂલાત બંધ કરે તેવી માંગણી કરી હતી.

ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં કોરોના નો કહેર વ્યાપક પ્રમાણમાં વર્તાઈ રહ્યો છે,ત્યારે લોકો પાસેથી માસ્ક ના નામે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરતી ઝઘડિયા પોલીસ સામે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખી આ મહામારીમાં નિર્દોષ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી દંડ વસૂલ કરવાનું બંધ થાય તેવી રજૂઆત કરી છે. ધારાસભ્યએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે.રોજે રોજ અસંખ્ય લોકો જીવન રક્ષક દવાઓ,ઓક્સિજન બેડ,વેન્ટિલેટર બેડ ની સુવિધાના અભાવે તથા તંત્રની ઘોર બેદરકારીના કારણે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ભરૂચ જિલ્લામાં તથા ઝઘડિયા મતવિસ્તારમાંથી રોજે રોજ સેંકડો લોકો પાસેથી માસ્ક ના નામે તથા અન્ય કારણોસર પોલીસ તંત્ર દ્વારા નિર્દોષ ગરીબ અને મધ્યમવર્ગના લોકો પાસેથી હજારો રૂપિયાનો દંડ વસૂલ કરે છે તે નિંદનીય છે. લોકો પાસે રોજગારી નથી, કામ ધંધા બંધ છે, ખેડૂતો, વેપારીઓ, કારીગરો, મજૂરો હેરાન-પરેશાન છે. આવા સમયમાં મધ્યમ વર્ગ થી ગરીબ વર્ગના તમામ લોકો આર્થિક મંદીમાં ફસાયેલા છે, ત્યારે ભરૂચ જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા જોહુકમીથી, ડરાવી, ધમકાવીને લોકો પાસેથી દંડ વસૂલી ને રંજાડવામાં આવી રહ્યા છે. તાત્કાલિક ધોરણે માસ્ક ના નામે તથા અન્ય કારણોસર પોલીસ દંડ વસૂલાત કરવાનું બંધ કરે તેવી મુખ્યમંત્રીને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ પત્ર લખી રજૂઆત કરી છે.

Image : File Photo

Source:


SHARE WITH LOVE
 • 100
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  100
  Shares