ઝઘડીયાના ફુલવાડી ગામની સીમ માંથી ૮ ફુટ લાંબો અજગર ઝડપાયો

SHARE WITH LOVE

ઝઘડીયા વન વિભાગના માર્ગદર્શન હેઠળ સેવ અનિમલની ટીમે અજગરને ઝડપી લીધો.

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામની સીમમાંથી અંદાજે ૮ ફુટ લાંબો અને ૨૦ કીલો વજન ધરાવતો અજગર સલામત રીતે ઝડપી લેવાયો હતો. ઝઘડીયા વન વિભાગ માંથી પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામની સીમમાં આવેલ એક શેરડીના ખેતરમાં અજગર નજરે પડતા ખેડૂતે  વનવિભાગને જાણ કરી હતી.ઉપરાંત ઝઘડીયાની સેવ એનિમલ ટીમને પણ અજગરની માહિતી મળતા ઝઘડીયા વનવિભાગના માર્ગદર્શન હેઠળ સેવ એનિમલ ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી અજગરને સલામત રીતે ઝડપી લઈને વન વિભાગને સોંપ્યો હતો.વનવિભાગ દ્રારા ઝડપાયેલા અજગરને સુરક્ષિત અને ખોરાક પાણી મળે રહે તેવા સ્થળે મુક્ત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાલ શેરડી કટીંગની સીઝન ચાલતી હોવાથી શેરડી કટીંગ દરમિયાન ખેતરો માંથી દિપડા તેમજ અજગર જેવા સરિસૃપ વર્ગના પ્રાણીઓ બહાર નીકળતા હોય છે.  

Source:


SHARE WITH LOVE