ઝઘડીયા તાલુકાના અસા થી માલસર વચ્ચેના પુલથી વડોદરા જવાનું અંતર ઘટશે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ઝઘડીયા નેત્રંગ  તાલુકાઓની જનતા માટે ડભોઈ વડોદરાનો ટુંકો માર્ગ ઉપલબ્ધ થશે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અસા અને વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર વચ્ચે નર્મદા નદી પર બંધાઇ રહેલા પુલને લઈને તાલુકાની જનતા માટે સુંદર સુવિધાનું નિર્માણ થશે.ઝઘડીયા તાલુકામાંથી નર્મદા નદી પસાર થાય છે.હાલ ઝઘડીયા તાલુકાના ભાલોદ અને વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટીકોરલ ગામ વચ્ચે નર્મદા નદી પર પુલની સુવિધા છે.ત્યારે અસા માલસર વચ્ચેના પુલનું નિર્માણ સંપન્ન થશે ત્યારે તાલુકાને નર્મદા નદી પર બીજા પુલની સગવડ મળશે.અસા માલસર વચ્ચેનો પુલ સંપૂર્ણપણે આકાર લેશે ત્યારે ઝઘડીયા સહિત નેત્રંગ તાલુકાની જનતાને ડભોઈ વડોદરા તરફ જવા એક નવો અને ટુંકો રુંટ પ્રાપ્ત થશે.હાલ ઝઘડીયા તાલુકામાંથી ડભોઈ વડોદરા તરફ જવા માટે વાયા રાજપિપલા સેગવા થઇને જવું પડે છે.અસા માલસર વચ્ચેનો પુલ બંધાતા આ પંથકના વાહનો ઉમલ્લાથી અસા માલસર શિનોર થઇને ડાયરેક્ટ સેગવા ચોકડી જઇ શકશે.આ નવા રુંટના કારણે આ પંથકમાંથી ડભોઇ વડોદરા જવા માટે હાલ કરતા પંદર કિલોમીટર જેટલુ અંતર ઓછુ થશે.આ નવા પુલના કારણે નેત્રંગ ઝઘડીયા તાલુકાઓની જનતાને ઉમદા સુવિધા મળતા જનતાના કિંમતી નાણાં અને સમયનો યોગ્ય બચાવ થઈ શકશે.

વડોદરા મધ્ય ગુજરાતનું મહત્વનું મહાનગર હોવાથી આ પંથકની જનતાએ અવારનવાર વડોદરા ડભોઇ જવુ પડતુ હોય છે.જેતે સ્થળના વિકાસ માટે રસ્તાઓની સુવિધા પણ મહત્વપુર્ણ મનાય છે.ત્યારે અસા માલસર વચ્ચેના પુલને લઈને આ પંથકનો સર્વાંગી વિકાસ ઝડપી બનશે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •