ઝઘડીયા બાર એસોસિએશન ના હોદ્દેદારો ચુંટાયા : રોહિત શાહ પ્રમુખ પદે ચુંટાઈ આવ્યા.

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભરૂચ જીલ્લાના ઝઘડીયા ગામે બાર એસોસિએશન ની ચુંટણી યોજાઈ હતી.જેમાં રાજપારડી ના રહીશ અને સિનિયર વકીલ રોહિત શાહ પ્રમુખ પદે ચુંટાઈ આવ્યા હતા.રોહિત શાહ રાજકિય ક્ષેત્રે પણ ભાજપા ના વરિષ્ઠ કાર્યકર તરીકે વર્ષોથી સેવા આપે છે અને આગળના વર્ષોમાં તેઓ યુવા ભાજપા માં પ્રમુખ પદે પણ રહી ચુક્યા છે.વકિલ મંડળ ના અન્ય હોદ્દેદારોમાં મંત્રી તરીકે દિપકભાઈ ભટ્ટ, સહમંત્રી તરીકે નિરલ પંચાલ અને ઉપપ્રમુખ તરીકે ભાવિન શાહ ચુંટાયા છે. બાર એસોસિએશન માં ચુંટાવા બદલ અન્ય સહ વકિલો તેમજ શુભેચ્છકો તરફ થી વકિલ મંડળના વિજેતા હોદ્દેદારોને અભિનંદન આપીને તેમના નેતૃત્વમાં બાર એસોસિએશન ઉચ્ચ પ્રગતિ કરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.વિજેતા વકિલોએ પોતામાં વિશ્વાસ મુકવા બદલ સાથી વકિલ મતદારોનો આભાર માન્યો હતો.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •