નેત્રંગ તાલુકા ભાજપની પેજ પ્રમુખની બેઠક યોજાઇ

SHARE WITH LOVE
 • 17
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  17
  Shares

સમૃધ્ધ તાલુકો બનાવવા માટે નેત્રંગ તા.પંચાયત ભાજપની બનાવી જરૂરી :- સાંસદ મનસુખ વસાવા,

નેત્રંગ તાલુકા મથકના ગાંધીબજાર વિસ્તારમાં આવેલા જલારામ મંદિરના ભવનમાં ભાજપ ધ્વારા પેજ પ્રમુખની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોના સરપંચ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા. આગામી ટુંક સમયમાં યોજાનાર તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીમાં ભાજપને વિજયી બનાવવા માટે જીલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયાએ કાર્યકરોને હાકલ કરી હતી. જ્યારે જીલ્લા પ્રભારી પ્રફુલ્લભાઈ પાનસેરીયાએ પેજ પ્રમુખ બાબતે કાયૅકરોને વિસ્તૃત માહિતી આપી હતી.

ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના આદિવાસી ખેડુતોએ જાગૃત થવું પડશે. રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ વિકાસલક્ષી યોજના લોકો સુધી પહોંચે તે માટે પાર્ટીના આગેવાનોએ આગળ આવવું જોઇએ. જ્યારે નેત્રંગ તાલુકો બન્યો હોય તો એ મનસુખ વસાવાએ બનાવ્યો છે. નેત્રંગને સમૃદ્ધ તાલુકો બનાવવા માટે નેત્રંગ તા.પંચાયતની ચુંટણીમાં જીત મેળવી ખુબ જ જરૂરી છે. આમ પ્રજાને પીવાના પાણીની સમસ્યા અને ખેડુતને સિંચાઈના પાણીની સમસ્યાનું એકજાટકે નિરાકરણ આપી દીધું છે. જ્યારે કાંટીપાડા જી.પંચાયતમાંથી મોટી સંખ્યામાં કાયૅકરોએ ભાજપમાં પ્રવેશ લીધો હતો.


SHARE WITH LOVE
 • 17
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  17
  Shares