ભરૂચમાંથી રેમડેસિવિરની કાળા બજાર કરતા 2 શખ્સ 6 ઇન્જેક્શન સાથે ઝડપાયા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભરૂચઃ   ભરૂચ એસ.ઓ.જી પોલીસે ભરૃચમાં રેમડેસિવિરના ઇન્જેક્શનની કાળાબજારી કરતા બે વ્યક્તિઓને ઝડપી પાડી  કાયદેસરની કાર્યવાહી આરંભી છે.પોલીસે ઇન્જેક્શન તેમજ રોકડા રૂપિયા કબજે કર્યા હતા.

 ગુજરાત સરકાર દ્વારા ઇન્જેક્શનની અમુક ફિક્સ કિંમત અને વેચાણ સ્થળ નક્કી કરવામાં આવ્યું છે.તેમ છતાં રેમડેસિવિર ઇન્જેક્શનની વધુ માંગના લીધે કેટલાક તત્વો કાળા બજારી શરૃ કરી રહ્યા છે.

કાળા બજારી રોકવા માટે લોકોને ઈન્જેકશન સરળતાથી મળી રહે અને કાળા બજારી સદંતર બંધ થાય તેવા અનુસંધાને તપાસમાં હતા.

ભરૂચ બાયપાસ નજીક નસગ સ્ટાફ તરીકે નોકરી કરતો અરબાજ મહમદ રફીક અહમદ ગરાસીયા રહેવાસી શેરપુરા ભરૃચનો ઇન્જેક્શનો અનઅધિકૃત રીતે ઊંચા ભાવે વેચાણ કરે છે.તે આધારિત દહેજ બાયપાસ રોડ પર શેઠ મેડિકલ સ્ટોર્સ ખાતેથી અરબાઝ ગરાસીયાને બે ઇન્જેક્શન ઉંચી કિંમતે વેચાણ કરવા જતાં ઝડપી પાડયા હતા.

તેની વધુ પૂછપરછ કરતાં ઇન્જેક્શન પોતે મેડિકલ સ્ટોર દહેજ બાયપાસ ભરૃચ ઉપર ઇમરાન શેઠને આપતા હતા.અગાઉ પણ પોતે રેમડેસિવીર ઇન્જેક્શનો જથ્થો આપેલો હોવાનું સામે આવ્યું હતું.જેના પગલે પોલીસે દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શેઠ મેડિકલ સ્ટોર્સમાં તપાસ કરતા તેઓ પાસેથ ઇમરાન નિઝામુદ્દીન પાસેથી પણ 4 રેમડેસિવીર ઇન્જેક્શનો મળી આવ્યા હતા.

જેના પગલે 6  ઇન્જેક્શન કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો . પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી  6 ઇન્જેક્શન કબજે કરી બંને આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

તેઓ પાસેથી 6 રેમડેસિવિર ઇન્જેક્શન કિંમત રૂ 1439  અંગજડતી દરમિયાન 40 હજાર મળી કુલ 54 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી રેમડેસિવિર ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા છે.તે અંગે રિમાન્ડની તજવીજ આરંભી છે.  

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •