ભરૂચ જિલ્લાના નાગરિકો માટે પાણી પુરવઠા વિભાગની ૩૮૫ કરોડ ની વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું.

SHARE WITH LOVE
 • 16
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  16
  Shares

આજ રોજ સીતારામ સેવા ટ્રસ્ટ નર્સિંગ કોલેજ કમ્પાઉન્ડ, વાલિયા ખાતે *ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા, નેત્રંગ તાલુકા, ઝઘડિયા તાલુકા તથા ભરૂચ તાલુકાના નાગરિકો માટે રૂપિયા ૩૮૫ કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાઓનું માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના* વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ગુજરાત સરકારની આ પાણી પુરવઠાની વિવિધ યોજના થકી ભરૂચ જિલ્લાના વાલીયા, નેત્રંગ, ઝઘડીયા તથા ભરૂચ તાલુકાના ખેડૂતોના પીવાના પાણી તથા સિંચાઈ માટેના પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ આવશે.

આ શુભ પ્રસંગે ભરૂચ જીલ્લા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, માનનીય પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, માનનીય પ્રદેશ મંત્રીશ્રી ભરતસિંહ પરમાર, ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ, ધારાસભ્યશ્રી અરુણસિંહ રાણા, ભરૂચ જિલ્લાના ભાજપ પ્રમુખશ્રી મારુતિસિંહ અટોદરિયા તથા નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઇ પટેલ, ભરૂચ જીલ્લા ભાજપા પૂર્વ મંત્રી શ્રીમતી રશ્મિબેન વસાવા ,ભારતીય જનતા પાર્ટીના વગેરે હોદ્દેદાર-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


SHARE WITH LOVE
 • 16
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  16
  Shares