ભરૂચ : “નલ સે જલ યોજના” જિલ્લાના 7 તાલુકાના 67 ગામોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડાશે

SHARE WITH LOVE
 • 21
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  21
  Shares

ભરૂચ કલેક્ટર ના અધ્યક્ષસ્થાને જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળી

ભરૂચ ખાતે જિલ્લા જળ અને સ્વછતા સમિતિની બેઠક ભરૂચ જિલ્લા કલેકટર એમ.ડી.મોડિયા ના અધ્યક્ષ સ્થાને સભાખંડમાં યોજાઈ હતી.બેઠકમાં કેન્દ્ર સરકારના જલ જીવન મિશન અંતર્ગત રાજય સરકારના દ્વારા હાથ ધરાયેલા “ નલ સે જલ ” કાર્યક્રમ હેઠળ જિલ્લાના તમામ ગામોના પ્રત્યેક ઘરમાં 100 ટકા નળ જોડાણનો લક્ષ્યાંક સિધ્ધ કરવા યોજાનાર માઈક્રો પ્લાનિંગ કરીને જે તે કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય અને લાભાર્થી પરિવારોને પીવાના પાણીની સુવિધા સમયસર ઉપલબ્ધ થાય તે જોવા અમલીકરણ અધિકારીઓને ખાસ સૂચના આપી હતી.જેમાં સરકાર દ્વારા રૂ.1098 લાખના ખર્ચે જિલ્લાના 7 તાલુકાના 67 ગામોના 7990 ઘરોને આવરી લેતી પીવાના પાણીની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં હાજર અધિકારીઓને કલેક્ટર ડૉ.એમ. ડી. મોડિયા એ આ યોજનાઓમાં ઝડપી કામગીરી પૂર્ણ કરી પાણી પુરવઠો શરૂ કરવા પણ જણાવ્યું હતું. વાસ્મોના યુનિટ મેનેજર દર્શના પટેલે ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જલ જીવન મિશન “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ મંજૂર કરવામાં આવેલા પીવાના પાણીની યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન,વાસ્મોના કમલેશભાઈ તેમજ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


SHARE WITH LOVE
 • 21
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  21
  Shares