વાંકોલ પંચાયત દ્વારા બનતા નાળાના કામમાં થઈ રહ્યો છે મોટાપાયે ભ્રષ્ટાચાર

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

નાળાના કોલમ ઉભા કરવા પથ્થર ઉપર ડ્રિલિંગ કરી માત્ર ૧૨ એમએમના સળિયા નખાય છે.
અંતરળિયાળ હોવાથી તાલુકા પંચાયતના કોઈ અધિકારી પણ નહીં ફરકતા તકલાદી કામો થઈ રહ્યા છે.
જાગૃત નાગરીકે સોશિયલ મીડિયા પર કામના ફોટા મુકતા થયું વાઈરલ પંચાયત અને કોન્ટ્રાક્ટર થયા દોડતા.
કોલીયાપાડાથી પાડા જવાના રસ્તે હાનિવલ નજીક ઢોચકી ખાડી ઉપર આશરે ૧૦ વર્ષ પહેલા સિમેન્ટના પાઈપ વાળું નાળુ બનાવવામાં આવ્યું હતું.જે નાળુ ૧૦ વર્ષમાં ચાર વખત રીપેર કરવામાં આવ્યું ત્યારે પણ માટી નાખી બીલ લેવાય ગયા હતા.હાલમાં તો હદ કરી નાખી વાંકોલ ગ્રૂપ ગ્રામ પંચાયતે ૨.૫૦ લાખના ખર્ચે રીપેરીંગ કરાય રહ્યું છે.જેમાં કોન્ટ્રકટર દ્વારા કોલમ ઉભા કરવા ખોદકામ કર્યા વિના પથ્થર ઉપર ડ્રિલિંગ કરી હોલ પાડી ૧૨ એમએમના સળિયા નાખી સરકારી ધારાધોરણને નેવે મૂકી સાવ તકલાદી કામ કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે.જેમાં ચોમાસુ આવતા આ નાળુ લોકો માટે તૂટી પડશે તો નકામું બની જશે અને સરકારી તિજોરીને મોટાપાયે નુકસાન પહોંચાડી રહ્યા છે.અંતરળિયાળ ગામો હોવાથી તાલુકા પંચાયતના કોઈ અધિકારી પણ નહીં ફરકતા તકલાદી કામો થઈ રહ્યા છે.
વાંકોલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા કોલયાપાડાથી પાડા જવાના રસ્તે હાનિવલ નજીક ઢોચકી ખાડી ઉપર આવેલા નાળાના કામમાં કોન્ટ્રાકટર ,તલાટી અને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહેલો છે.નાળાના કોલમ ઉભા કરવા ખોદકામ કર્યા વિના પથ્થર ઉપર હોલ કરી સીધા ૧૨ એમ એમના સળિયા એ પણ કટાયેલા નાખી દેવામાં આવી રહ્યા છે.સિમેન્ટ, રેતી ,કપચીનો માલ બનાવવામાં હલકી ગુણવત્તા વાળો નાખવામાં આવી રહ્યો છે.સરપંચ,તલાટી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે લોકોને ભોગવવાનો વારો આવ્યો છે.આ રીતે કોન્ટ્રાકટર અને પંચાયત દ્વારા હલકી ગુણવત્તાનો માલ મટિરિયલ વાપરી ખોટી રીતના નાળાનું રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે.તેમની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે સરકારી ગ્રાન્ટને મોટા પાયે વેડફી રહ્યા છે.
જંગલ વિસ્તાર હોવાથી ઢોચકી ખાડીમાં પાણી ખૂબ વધુ ચોમાસામાં ઉપરથી આવે છે .તેમાંય પણ નાળાના રીપેરીંગમાં હલકીકક્ષાનું કામ કરશે તો જંગલના પાણીથી આ નાળુ ફરીથી તૂટી જાય તેવી સંભાવના છે.જેને લઈ આ રસ્તે અવરજવર કરતાં આશરે ૧૫ જેટલા ગામોના ૫ થી ૧૦ હજાર લોકો લોકોને ભારે તકલીફ વેઠવાનો વારો આવે તેવી વકી છે.નેત્રંગ તાલુકા પંચાયત દ્વારા આ નાળાનું યોગ્ય નિરીક્ષણ કરી ધારાધોરણ મુજબ લંબાઈ,પહોળાઈ અને ઊંચાઈ તેમજ સિમેન્ટ ,સ્ટીલ અને અન્ય મટીરીયલ યોગ્ય રીતે વાપરવામાં આવે તેવી કાર્યવાહી કરવા માંગ છે.આ વિસ્તારમાં થયેલા અન્ય કામોનું પણ પરીક્ષણ કરવામાં આવે તો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.
આ નાળુ ૨.૫ લાખના ખર્ચે બની રહ્યું છે .જે પાઈપવાળું બનાવવાનું છે.તેમાં પાણી ન જાય એટલે સ્લેબ વાળું બનાવીએ છીએ અને જેમાં ૧૨ એમ એમના સળિયા નાખવામાં આવે છે.આ નાળું ચોમાસામાં તૂટી જાય તો મારે પેમેન્ટ પણ નથી જોઈતું આવી રીતે અમે ઘણાં નાળા બનાવ્યા છે કંઈ થતું નથી. – હરનિશ વસાવા,કોન્ટ્રાકટર.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •