Bharuch: ગેરકાયદેસર માટી ખોદતા પાણી આવી ગયું છતાં ભૂમાફિયાઓ બેફામ : આમોદના સરભાણ ગામમાં ખનીજ ચોરી

SHARE WITH LOVE
  • 508
  • 25
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    533
    Shares

ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટના અને અધિકારીઓ ના પાપે આખું ગામ મુશ્કેલીમાં મુકાયું હોઈ તેવા દ્રશ્યો નજરે પડે છે.

સરકારી જગ્યાઓને ખોદી માટીનો ઉપયોગ કરી લાખો રૂપિયાની કમાણી કરે અને સરકારી તિજોરીએ લાખો રૂપિયાનું નુકશાન કરતા આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર કેમ ખચકાતા નથી.

આમોદ તાલુકાના સરભાન ગામની જ્યાં ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

ગામલોકોના જણાવ્યા અનુસાર આશરે બે વર્ષથી આ માટીનું ખોદકામ ચાલી રહ્યું છે અને આ.ખોદકામ એટલું ગેરકાયદેસર છે કે માટી ખોદતાં ખોદતાં પાણી પણ નીકળી આવ્યું છે તેમ છતાં આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટરો નું પેટ ભરાતું નથી.ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશ ભાઈ એ મીડિયા સમક્ષ જણાવ્યું કે અમો ગામ લોકોએ આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને ભ્રષ્ટ અધિકારીઓ સામે અવાજ ઉઠાવ્યો અને ખાણ ખનિજમાં અરજીઓ તથા RTI એકટ મુજબ માહિતી માંગી તો ત્યાં થી પહેલા જાણવા મળ્યું કે આ કોન્ટ્રાક્ટર એ કોઈ પરમિશન જ લીધી નથી અને માટી ખોદકામ કર્યું છે એની કોઈ રોયલ્ટી પણ ભરેલી નથી તો પછી આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર ને કોણે પરમિશન આપી અને કોના સાથ સહયોગ થી માટી ખોદકામ ચાલુ રાખવામાં આવેલું છે.વધુમાં તેમણે જણાવ્યું કે પહેલા આ જગ્યા ઉપર મોટા મોટા બાવર હતા જે આ કોન્ટ્રાક્ટર અને સરભાન ગામની પંચાયત અને તલાટીની મિલીભગત ને કારણે આ બાવારો કાપી કાઢવામાં આવ્યા અને તેને વેચી દેવાયા પરંતુ તે પૈસા હજુ સુધી પંચાયત માં જમા કરવામાં નથી આવ્યા તો આ બાવર ના પૈસા ક્યાં ગયા તે પણ એક સવાલ ઉભો થાય છે.

આટલું બધું કરવાથી પણ કોન્ટ્રાક્ટર નું પેટ ન ભરાયું તો કોન્ટ્રાક્ટર એ સરભાન ગામનું તળાવ પણ ગેરકાયદેસર રીતે ખોદી કાઢી માટી નો ઉપયોગ કરેલ છે ગામ લોકોના જણાવ્યા મુજબ તળાવ માં જે માટી ખોદી છે તે 50 ફૂટ કરતા પણ વધારે ઊંડી માટીનું ખોદકામ કરેલ છે તો શું આવી પરમિશન કોઈ અધિકારીઓ એ આપી હશે કે પછી કોન્ટ્રાક્ટર અને સરભાન ગામ પંચાયત અને તલાટી ની મિલી ભગત થી આવું ગેરકાયદેસર કામ કરવામાં આવી રહ્યું છે. તો સૌથી મોટો સવાલ એ થાય છે કે આવો ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર કોણ હશે તો જગ્યા ઉપર રહેલ વ્યક્તિએ કહ્યું કે હું અહિયાનો એન્જીનીયર છું તેમ કેમ અહીંયા આવ્યા છો અને કોને પૂછીને તમે વીડિયો કરો છો એટલું જ નહીં પણ જ્યારે મીડિયા કર્મીઓ એ એન્જિનિયર ને વધુ પૂછ પરછ કરવાનો પ્રયત્ન કર્યો અને માટી ખોદકામ માટેની મંજૂરીના કાગડો માંગ્યા તો કહ્યું કે તમે દોઢ-ડાહ્યા છો અને મીડિયા કર્મીઓ સાથે પણ દાદાગીરી કરી અને કહ્યું કે મારે જેને કાગળો આપવા હશે તેને આપીશ તમે અહીંયાંથી ચાલ્યા કરો.તો શું ભ્રષ્ટાચારી અધિકારીઓ ના પાપે આવા કોન્ટ્રાક્ટરો દાદાગીરી કરે છે કે પછી તેમની ઉપર કોઈ મોટા નેતા ની છત્ર છાયા છે અને હવે આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.

Source:


SHARE WITH LOVE
  • 508
  • 25
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    533
    Shares