Bharuch: રાજપારડી નજીકના વણાકપોર ગામે જાહેરનામાનો ભંગ કરી લગ્નમાં ડીજે વગાડીને ટોળે વળી નાચતાં પોલીસ ફરિયાદ

SHARE WITH LOVE
  • 4
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    4
    Shares

પોતાના ઘરે લગ્ન હોય ડીજે બોલાવનાર ઈસમ તથા ડીજે વગાડનાર માલિક સામે રાજપારડી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ના વણાંકપોર ગામે આવેલ તળાવ ફળિયામાં રહેતા સોમાભાઈ કોયજીભાઈ વસાવા ની દીકરી પૂનમ ના લગ્ન હતા.લગ્ન નિમિત્તે સોમાભાઈ વસાવા એ રાજપારડી ગામેથી અશોક નટવરભાઈ વસાવા નો ડી.જે મંગાવ્યું હતું અને સોમાભાઈ ના ઘરે ૭૫ થી ૧૦૦ જેટલા ઈસમોએ ભેગા મળી જોર જોરથી ડીજે વગાડતા હતા.રાજપારડી પોલીસ તે દરમિયાન ભાલોદ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.ત્યારે વણાંકપોર પર ગામે તળાવ ફળિયામાં જોર જોરથી ડીજે વગાડી ૭૫ થી ૧૦૦ જેટલા માણસો નાચતા હોય વણાંકપોર ગામે છાપો માર્યો હતો.છાપામારી દરમિયાન નાચતા તમામ માણસો નાસી છૂટયા હતા અને સોમાભાઈ કોયજીભાઈ વસાવા પણ ત્યાંથી નાસી છૂટયો હતો.રાજપારડી પોલીસે ડીજે વગાડનાર માલિક ની ધરપકડ કરી તેની પૂછતાછ કરતા તેણે તેનું નામ અશોક નટવર વસાવા રહે.રાજપારડી જણાવેલ અને તે વણાંકપોરના સોમાભાઈ કોયજીભાઈ વસાવા ના ઘરે તેમની દિકરીના લગ્ન હોય ડીજે વગાડવા આવ્યો હતો તેમ જણાવ્યું હતું.રાજપારડી પોલીસે ડીજે ના લાઉડ સ્પીકરો જોરથી વગાડતા તેમજ મર્યાદા કરતાં વધુ માણસો મળી સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહી કરી નાચતા હોય (૧) સોમાભાઈ કોયજીભાઈ વસાવા રહે.વણાંકપોર (૨) અશોક નટવરભાઈ વસાવા રહે.રાજપારડી વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ રાજપારડી પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

Source:


SHARE WITH LOVE
  • 4
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    4
    Shares